Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગુજરાતને ખરા અર્થમાં નશામુક્ત બનાવવા કાયદાનું સાચા અર્થમાં પાલન કરો : કોંગ્રેસ

Share

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું
ભરૂચ.
રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દુષણને ડામવામાં સરકાર નિષ્ફળ નિવડી હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી
આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતુ કે, ગાંધીજીના મુલ્યો અને વિચારોને વરેલાં ગુજરાતમાં સ્થાપના કાળથી જ તત્કાલિન સરકારે કડક કાયદાકિય જોગવાઇઓ કરી હતી. જોકે, હાલમાં ગુજરાતમાં દારૂ-ડ્રગ્સની બદીને લીધે યુવાનો નશાખોરીના ખપ્પરમાં હોમાઇ રહ્યાં છે. ગુજરાત દારૂ-ડ્રગ્સનું પ્રવેશ દ્વાર બન્યુ છે અને હવે નશાખોરીનું એપીસેન્ટર બની રહ્યું છે. રાજ્યમાં રોજ લાખો રૂપિયાના ડ્રગ્સ, ચરસ કે ગાંજા પકડાવાના સમાચાર સામે આવી રહ્યાં છે ત્યારે રાજ્યમાં છેલ્લાં 30 વર્ષથી એકહથ્થુ સાશન કરી ભાજપ સરકાર દારૂ-ડ્રગ્સની બદીને નાથવામાં નિષ્ફળ નિવડી છે. રાજ્ય પોલીસ, એનસીબી, ડીઆરઆઇ સહિતની કેન્દ્રીય સંસ્થાઓ રાજ્યના બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ-ધી-ક્લોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહિતની ટેક્નોલોજી હોવા છતાં હવાઇ-દરિયાઇ માર્ગ, પોર્ટ જેવા માર્ગે ગુજરાતમાં હજારો કિલો ડ્રગ્સ ઠલવાઇ રહ્યું છે. ત્યારે વિવિધ સંસ્થાઓએ પકડેલો મુદ્દામાલ જ હજારો કિલોમાં છે તો જે નથી પકડાયો તે આંકડો કેટલો મોટો હશે તે વિચારવો પણ મુશ્કેલ છે. ત્યારે સરકાર દ્વારા છેલ્લા કેટલાંક સમયથી ડ્રગ્સ સામે લડાઇ લડતી 75થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ દારૂ-ડ્રગ્સનું દુષણ યુવાધનને અજગરી ભરડામાં લઇ રહ્યું છે. તાજેતરમાં આવેલાં કેટલાંક કિસ્સાઓને જોતા ભાજપ સરકાર બુટલેગરોને બચાવવા-સાચવવા વકિલાત કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં બુટલેગરો ખુલ્લેઆમ તેમનો હપ્તો ગાંધીનગર સુધી જાય છે, તેવી શેખી મારે છે. જેલમાંથી કેટલાંક બૂટલેગર પત્ર લખે છે કે, ભાજપના ધારાસભ્ય દારૂના ધંધામાં ભાગીદાર છે અને દારૂના ધંધાના હિસાબ પેટે નાણાંની ઉઘરાણી કરે છે. ત્યારે દારૂ-ડ્રગ્સ પર અંકુશ લાવવા કે નાબુદ કરવાની સરકારની ભાવના સામે પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.
કોંગ્રેસના જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે,  કોંગ્રેસ તમામ ઇમાનદાર-નિષ્ઠાવાન અને કાર્યક્ષમ પોલીસ કર્મીઓને બિરદાવે છે. જોકે, લાંચિયા, હપ્તાખોર અને ભ્રષ્ટ મળતિયાઓ, વહિવટદારીને ખુલ્લા પાડવા મેદાનમાં ઉતરશે. ભરૂચ શહેર જિલ્લામાં દારૂ-ડ્રગ્સ સહિતના દૂષણને સંપુુર્ણપણે દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોગ્રેસ જનતા રેડ કરશે.
આ પ્રંસગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી,પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, પાલિકા નેતા સમસાદઅલી સૈયદ,પૂર્વ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ,ઝુબેર પટેલ,મહિલા આગેવાન જ્યોતિ તડવી, શહેર કોંગ્રેસ મહીલા પ્રમુખ હુસૈનાબાનુ હાફેજી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

વડોદરા : લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં કરજણ પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડી તાલુકામાં 74 માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ટ્રેનોના એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના મુસાફરો માટે રાહત, ભાડામાં 25% જેટલો ઘટાડો થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!