Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મિલર મશીન રિવર્સ લેતી વેળાં એક શ્રમિક અથડાયો, સારવાર વેળાં મોત

Share

દહેજની રિલાયન્સ કંપનીમાં કેટાલીસ કેમિકલ વેર હાઉસની બિલ્ડીંગ બનાવવાનું કામ ચાલતું હતું
ભરૂચ.
મુળ બિહારનો અંબિકારાય સિતાપરાય યાદવ હાલમાં વાગરા તાલુકાના જાગેશ્વર ગામે રિલાયન્સ ગેટ નં-3 પાસેની લેબર કોલોનીમાં રહે છે. ગત રાત્રીના સમયે રિલાયન્સ કંપનીમાં ચાલતાં પ્રગતિ ઇન્ફ્રા સોલ્યુશન પ્રો. લીના કોન્ટ્રાક્ટમાં તે લેબોરેટરી બિલ્ડીંગની બાજુમાં આવેલાં સીસીડબલ્યુંએચ ( કેટાલીસ કેમિકલ વેર હાઉસ) બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હોઇ તે પણ ત્યાં કામ કરતો હતો. તે રાત્રીના સવા એક વાગ્યે સિમેન્ટ-કોન્ક્રીટનો માલ બનાવવા મંગાવેલા મિલર મશીનને માલ ખાલી કરવા માટે રિવર્સ કરતી વેળાં ટોર્ચ બતાવી તેને રિવર્સ લેવડાવતો હતો. તે વેળાં એક શ્રમિક અચાનાક મિલરની પાછળ આવી જતાં તેણે ટોર્ચ બતાવી ડ્રાઇવરને મિલર રોકવા કહ્યું હતું. જોકે, તે વાહન રોકે તે પહેલાં એક શ્રમિક સાથે અથડાઇ જતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. તેને બહાર કાઢી જોતાં તેનું નામ પુટ્ટીલાલ મુનીલાલ હંસદા ( હાલ રહે. લેબર કોલોની, મુળ રહે. ઝરખંડ) હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને પગલે ડ્રાઇવર પણ ત્યાં દોડી આવતાં તેનું નામ ઇરફાન સમસુદ્દીન અન્સારી ( હાલ રહે. રહિયાદ મુળ રહે. બિહાર) હોવાનું માલમ પડ્યું હતું. ઇજાગ્રસ્તને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે દહેજ મરીન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

સુરતમાં ભીલીસ્તાન ટાઇગર સેનાએ મોડાસા દુષ્કર્મ મામલે આરોપીઓને ફાંસી આપવાની માંગ કરવામાં આવી હતી.

ProudOfGujarat

સુરત : સરથાણા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસરના બાયોડીઝલના પંપ પર પોલીસના દરોડા..!

ProudOfGujarat

રાજપીપળા : અખિલ વિશ્વ ગાયત્રી પરિવારે નર્મદાનાં મોટા પીપરીયા વૃદ્ધાશ્રમનાં 23 વડીલોને વિનામુલ્યે મુંબઈ દર્શનનો પ્રવાસ કરાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!