Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIA

મિત્રો સાથે બહાર જાંઉ છું કહી પુત્ર બાઇક લઇને નિકળ્યો, અકસ્માતમાં મોત-મિત્રને ગંભીર ઇજા

Share

વાગરાના મુલેર ગામ પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી
ભરૂચ.
આમોદ તાલુકાના વાડિયા ગામે રહેતાં થાવર પચાયા તેમની પત્ની કેસર તેમજ સંતાનો સાથે રહે છે. તેમનો મોટો પુત્ર નિરવ છેલ્લાં છએક મહિનાથી દહેજ જીઆઇડીસીમાં સુવા ગામ પાસે આવેલી ટેકનીક એન્ટર પ્રાઇઝ કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે.ગઇકાલે સાંજે છ વાગ્યાના અરસામાં નિરવ હું મારા મિત્રો સાથે બહાર જાંઉ છું કહી તેમની બાઇક લઇને ઘરેથી નિકળ્યો હતો. દરમિયાનમાં પરિવારજનો ઘરમાં સુઇ ગયાં હતાં. તે વેળાં સરભાણ ગામે અલ્કાપુરી ફળિયામાં રહેતાં. કમલેશ વસાવા તેમના ઘરે આવ્યાં હતાં. તેમણે જણાવ્યં હતું કે, તમારો પુત્ર નિરવ અને મારો પુત્ર આશિષ બાઇક પર જઇ રહ્યાં હતાં. ત્યારે મુલેર ગામ પાસે તેમને અકસ્માત થયો છે. જેથી તેઓ તુરંત સ઼્થળ પર  દોડી ગયાં હતાં. દરમિયાનમાં તેમના સંતાનોને વાગરા સરકારી દવાખાને લઇ ગયાં છે તેમ જાણવા મળતાં તેઓ વાગરા સરકારી દવાખાને ગયાં હતાં. જ્યાં તેમના પુત્રનું મોત થયાંનુ માલુમ પડ્યું હતું. જ્યારે કમલેશ વસાવાના પુત્રને સારવાર માટ ભરૂચ સિવિલ્ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તેમને પ્રાથમિક તબક્ક જાણવા મળ્યું હતું કે, રાત્રીના પોણા અગિયાર વાગ્યાના અરસામાં તેઓ બન્ને બાઇક પર દહેજથી આમોદ તરફ આવી રહ્યાં હતાં. તે વેળાં મુલેર ગામ પાસેના મહાદેવ મંદીર નજીક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. બનાવ સંદર્ભે તેમણે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

શહેરાના ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નસીઝનમાં બેન્ડબાજાના વ્યવસાયમાં મંદી ! ડી.જે.નુ વધતુ ચલણ કારણભુત?

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ માં લૂંટારૂઓ દ્વારા સિક્યુરિટી સુપર વાઈઝર ગાર્ડની કરપીણ હત્યા કરવામાં આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો……..

ProudOfGujarat

ડિગ્રી વગરના ચાર બોગસ ડોકટરોને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!