Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાજકિય સમીકરણો ગરમાયાં : ભરૂચ જિલ્લા પંચાયતની  બેઠક ફેરબદલીથી પ્રમુખ-કારોબારી ચેરમેન બીજીવાર તેમની હાલની બેઠકથી લડી નહી શકે

Share

ભરૂચ.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા પંચાયતો તેમજ તાલુકા પંચાયતોના સિમાંકનીની જાહેરાત કરવામાં આવતાં રાજકિય માહોલ ગરમાયો છે. નવી જાહેર થયેલી બેઠકમાં ભરૂચ જિલ્લા પંચાયતમાં હાલના પ્રમુખ અને કારોબારી ચેરમેન તેમનું સભ્યપદ પણ ગુમાવે તેવું હાલના સમયે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની અનામત બેઠકોની વારાફરતી ફાળવણી કરવામાં આવી છે. જેમાં જિલ્લા પંચાયતના મતદાર મંડળોનું સિમાંકન કરી બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ભરૂચ જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકો પૈકી ૧ અનુસુચિત જાતી, ૧૩ અનુસુચિત જનજાતી, ૩ સા. સે. પછાત વર્ગ તેમજ ૧૭ બીન અનામત બેઠકો રાખવામાં આવી છે. ત્યારે અત્યારથી જ જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી ચેરમેનની મહત્વની સીટને લઈને તર્કવિતર્ક શરૂ થઈ ગયાં છે. ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારના વતની થોડા સમયથી ભાળાવ ગામમાં આવેલા સોસાયટી વિસ્તારમાં રહેવા જતાં રહ્યાં છે. અને જિલ્લા પંચાયતની સા. રી. પછાત વર્ગની સીટ પરંતથી જીતી તેઓ જિલ્લા પંચાયતના સભ્ય બન્યાં હતાં. સાથે સાથે પહેલાં અડી વર્ષ બાંધકામ ચેરમેન અને બીજા અઢી વર્ષ કારોબારી અધ્યક્ષ તરીકે બેઠાં છે. જોકે, હવે ભોલાવની બેઠક બદલાઈને અનુસુચિત આદિજાતી રબી થઈ ગઈ છે. જેના કારણે તેઓ હવે ભોલાવમાંથી ઉભા રહી શકશે નથી.
તેજ પ્રમાણે પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા જે બેઠક પરથી જીત્યાં હતા તે વાથપુરાદ) બેઠક બીન અનામત સામાન્ય બેઠકને સામાન્ય સ્ત્રી બેઠક જાહેર કરતાં તેઓ પણ રિપોર્ટ થાય તેવા કોઈ અણસાર હાલના તબકક્કે નથી. ભરૂચ જિલ્લા પંચાયતની ઝાડેશ્વર બેઠક પર પણ ગોકોની મીટ મંડાયેલી હોય છે. ત્યારે ત્યાં પણ બેઠક ભદલાઈ છે. ઝાડેશ્વરમાં એકવાર સામાન્ય સ્ત્રી અને બીજીવાર બીન અનામત સામાન્ય બેઠક જાહેર કરાતાં ત્યાંથી શૈલાબેન પટેલ બે ટર્મથી વિજેતા રહ્યાં હતાં. જોકે આ વખતે ઝાડેશ્વરની બેઠક પણ બદલાઈને અનુસુચિત આદિજાતીને ફળવાતાં હવે તેઓને પુનઃ જિલ્લા પંચાયતની ટીકિટ માટે ફરીથી રોસ્ટર બદલાય તેની રાહ જોવી પડશે.
ધારોલીની બેઠક પર સરલા વસાવાનો દબદબો રહેવાની શક્યતાં

ઝપડિયા-વાલિયા પંથકમાં એક સમય હતો કે, આ વિસ્તારમાં છોટુ વસાવાનો દબદબો રહેતો હતો. જોકે, તેમની પારીવારિક લડાઈઓ તેમજ બીટીએસ, બીટીપી પક્ષના મતમતાંતરને કારણે તેમજ તેમના ખાસ માણસો અન્ય પાર્ટીમાં બેસી જતાં તેમણે ધીમેધીમે પોતાનું વર્ચસ્વ ગુમાવ્યું છે. જોકે, તેમની સાથેના સરલાબેન વસાવાએ જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો પૈકી બીટીપીની એક બેઠક જીતી છે. તેમની બેઠક પર સતત તેઓ એકલાં જ ચુંટાઈ આવી રહ્યાં છે. જોકે, રોસ્ટર બદલાવાથી તેમને કોઈ ફેર પડયો નથી.
નવી બેઠક ફાળવણીમાં આદિવાસી બાહુલ વિસ્તારમાં સામાન્ય સીટો ફળવાઈ

ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા પંચાયતની બેઠકોનું રોસ્ટર જાહેર કર્યું છે. ત્યારે જ્યાં ઉજડિયાત વિસ્તાર છે ત્યાં આદિવાસી બેઠકો અને જ્યાં આદિવાસી બાહુલ વિસ્તાર છે. ત્યાર સામાન્ય બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ આ બેઠકો પર કેવા ઉમેદવારો ઉતારે છે તેના પર લોકોની મીટ મંડાઈ છે. જોકે, બેઠકો પર જીત મેળવવા માટે પહેલેથી જ માઈકો પ્લાનિંગમાં કામ કરનારી ભાજપને વધારે તકલીફ પડે તેમ નથી. ત્યારે કોંગ્રેસે પણ આ બેઠકો પર પોતાની પકડ પુનઃ લાવી શકે તે માટે આત્મમંથન કરવા સાથે વ્યક્તિ વિશેષને નહીં પક્ષને પહેલાં રાખી કામ કરવું જરૂરી બન્યું છે.


Share

Related posts

ભરૂચ : નવ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડતી એલસીબી

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ મોવી રોડ પર પાર્ક કરેલ ફોરવ્હીલમાંથી ત્રણ લાખ ત્રીસ હજાર ઉપરાંતનાં દાગીના સહિત રોકડ રકમની ચોરી.

ProudOfGujarat

બજાજ ફિનસર્વ લિમિટેડના ચોથા ત્રિમાસિક અને નાણાકીય વર્ષ 2023 ના પરિણામો, વાર્ષિક કોન્સોલિડેટેડ કુલ આવક અને નફો સર્વોચ્ચ નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!