Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મુંબઇ ફરવા ગયેલાં યુવાને ખર્ચી કાઢવા ટ્રેનમાં 13 હજારનો દારૂ લાવ્યો, પોલીસે પકડ્યો

Share

ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ભરૂચ.
ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, બરાનપુરા ખત્રીવાડ વિસ્તારમાં રહેતો ધર્મેશ ઠાકોર નામનો યુવાન ટ્રેનમાં વિદેશીદારૂ લાવ્યો છે અને તે રેલવે સ્ટેશનથી તેના ઘરે લઇ જઇ ત્યાં સંતાડી રાખવાનો છે. જેના પગલે ટીમે  ધર્મેશ મનહર ઠાકોર (રહે. બરાનપુરા ખત્રીવાડ વિસ્તાર) ના ઘરે દરોડો પાડ્યો હતો. ધર્મેશ તેમને તેમના ઘરે જ મળી આવ્યો હોઇ તેની ધરપકડ કરી ઘરમાં તપાસ કરતાં તેના ઘરમાં એક કાળા કલરના બેગમાં વિદેશીદારૂની બોટલો મળી આવી હતી. ટીમે તેેની ગણતરી કરતાં તેમને કુલ 13,458ની મત્તાની કુલ 18 બોટલો મળી આવી હતી. ટીમે તેની પુછપરછ કરતાં તેણે કબુલ્યું હતું કે, તે મુંબઇ ખાતે ફરવા માટે ગયો હતો. જ્યાંથી પરત આવતી વેળાં તેણે તેની ખર્ચી કાઢવા માટે મુંબઇથી દારૂ લઇ આવ્યો હતો. ટીમે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેણે કોઇને દારૂનું વેચાણ કર્યું છે કે કેમ, તેણે સાચે જ તેની ખર્ચી કાઢવા દારૂ લાવ્યો હતો કે પછી અન્ય કોઇ માટે દારૂ લાવ્યો હતો તે સહિતની વિગતો મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

40 મિનિટમાં ત્રણ વખત સ્થગિત થઈ રાજ્યસભા, ગૃહમાં ગુંજ્યો બિહારમાં ઝેરી દારૂથી મોતનો મુદ્દો

ProudOfGujarat

ખેડૂત અગ્રણી દર્શન નાયકે માનવ હિતની રક્ષા કાજે કરી રજૂઆત..

ProudOfGujarat

સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતા તબીબ ખાનગી હોસ્પિટલમાં પણ પ્રેકટિસ કરતા ઝડપાય જતા કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!