સ્થાનિક લોકોને સાથે રાખી આપ એ નગરપાલિકાને આવેદન આપી રજુઆત કરી
ભરૂચ.
ભરૂચ શહેરની નવજીવન સ્કૂલ નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં 50થી 60 વર્ષથી રહેતાં લોકોને પિવાના પાણીની લાઈન, ગટર વ્યવસ્થા તેમજ વીજળી સહિતી પ્રાથમિક સુવિધાઓ મળી ન હોવાને કારણે આમ આદમી પાર્ટીના આગેવાનોએ મંગળવારે સ્થાનિકોને સાથે રાખીને નગરપાલિકાને આવેદન પત્ર આપ્યું છે. સત્વરે તેમને પ્રાથમિક સુવિધાઓ નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી હતી.
ભરૂચ શહેરમાં આવેલી નવજીવન સ્કૂલની પાછળ વર્ષોથી રહેતાં ૩૦૦થી વધુ પરીવાર 50-60 વર્ષથી મુળભૂત સુવિધાઓથી વંચિત હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનો તેમજ સ્વાનિક રહિશોએ કર્યો છે. મંગળવારે આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે નવજીવન ગૂપડપટ્ટી વિસ્તારમાં લાંબા સમયથી રહેતાં લોકોને પિવાના પાણી તેમજ ગટર વ્યવસ્થા અને વીજળી જેવી મુળભૂત સુવિધાનો અભાવ હોવાને કારણે સ્થાનિક લોકોની હાલત દયનિય બની ગઈ છે. ત્યાર સ્થાનિકો દ્વારા આ મામલે અનેક વાર રજૂઆત કરવમાં આવી છે. જોકે પાંલિકા દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયાં ન હોવાથી લોકોમાં રોષ વધુ જોવા મળી રહ્યો છે. આ મામલે આપના આગેવાનને જાણ કરવામાં આવતાં તેઓએ આજે મંગળવારે પાલિકાતંત્રને આવેદન આપ્યું હતું. તેમજ આગામી ટૂંક સમયમાં જો પાલિકા દ્વારા તમામ પ્રાથમિક સુવિધાઓ નહીં અપાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી તેમને ઉચ્ચારી હતી.
મતદાનમાં ઉપયોગ થઈ શકે એટલાં કામ પુરતાં જ પરિવારોને રાખ્યાં છે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલી નવજીવન સ્કૂલ પાછળની ઝુંપડપટ્ટીમાં રહેતાં પરિવારો પ્રત્યે ભાજપ કોઈ જવાબદારી નિભાવતું નથી. ભાજપ માત્ર મત માગવા આવે છે પણ જીત્યા બાદ તેમની તકલીફો દૂર કરવાનું ભુલી જાય છે કોઈ સુવિધા નથી અપાતી તો મત લેવા કેમ પહોંચી જાય છે. ગુજરાતમાં ૩૨ વર્ષથી ભાજપનું સાશન છે, મનસુખ વસાવા ૭-૭ વાર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં છે. ૨૦.૨૦ વર્ષથી ભરૂચ પાલિકામાં ભાજપના નેતાઓ ચુંટાઈ આવ્યા છે છતાં તેમની સમસ્યાનું નિરાકરણ લાવતાં નથી. ભાજપ તેમનો ઉપયોગ માત્ર ઈલેક્શનમાં મત મેળવવા પૂરતો કરે છે. તેમ આપના આગેવાને જણાવ્યું હતું.
