Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયાનાં સીમધરા ગામ નજીક એસ.ટી બસને અકસ્માત નડયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ઝઘડિયા વચ્ચેના માર્ગ પર સીમધરા ગામ પાસે આજે સાંજે એક એસ.ટી બસને અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં ત્રણ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.

મળતી વિગતો મુજબ છોટાઉદેપુર જિલ્લાના કવાંટથી રાજપીપળા ઝઘડિયા થઇને સુરત તરફ જતી એસ.ટી બસ સીમધરા ગામ પાસેથી પસાર થતી હતી ત્યારે એસ.ટી બસ સાથે એક હાઈવા ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. ભેંસોનું ટોળું રોડ ક્રોસ કરતું હોઇ, એક કાર ચાલકે તેની કાર થોભાવી હતી. તેથી કારની પાછળ આવતી એસ.ટી બસ ઊભી રહી ગઇ હતી. એસ.ટી બસની પાછળ આવતા હાઈવા ચાલકે હાઇવા ટ્રક આગળ ઉભેલી એસ.ટી.બસ સાથે અથાડતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયા હતા, બાદમાં વધુ સારવાર માટે ભરૂચ લઇ જવાયા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

કરજણ APMC ખાતે શ્યામા પ્રસાદ મુખરજીની જન્મજયંતિ નિમિત્તે કરજણ તાલુકા – નગર ભાજપ દ્વારા દેશના સપૂતને પુષ્પાંજલિ અર્પિત કરાઇ…

ProudOfGujarat

અંકલેશ્વર : બાપુનગર ઓવરબ્રિજ પાસેથી આઇસર ટેમ્પોમાં લઈ જવાતા પ્લાસ્ટિક, પતરાના બેરલો સહિતની વસ્તુઓ સાથે એક ઈસમની ધરપકડ કરાઈ.

ProudOfGujarat

મહિલા સશક્તિકરણ પખવાડિયું અભયમ મહિલા હેલ્પલાઇન, ગોધરા દ્વારા મહિલા સ્વચ્છતા દિવસની થયેલ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!