Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ હાઈવે પરથી એલસીબીએ ૩૪ લાખનો વિદેશી દારૂની હેરાફેરી કરતી ટ્રક ઝડપી

Share

એલસીબીની ટીમે ડ્રાઈવરની ધરપકડ કરી, બે જણાને વોન્ટેડ જાહેર કર્યા

। ભરૂચ ।

Advertisement

ભરૂચ એલસીબીની ટીમ પાલેજ નબીપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વેળાં પીઆઈ મનીષ વાળાને ચોક્કસ ખાતમી મળી હતી કે, એક આઈસર ટ્રકમાં પ્લાસ્ટીકની કેરેટોની આડમાં વિદેશીદારની હેરાફેરી થઈ રહી છે. તે ટૂંક ભરૂચથી વડોદરા જવાની લેન પરથી પસાર થવાની છે. જેના પગલે ટીમે નબીપુર બીજ નીચેથી રિલીફ હોટલ તરફ જવાના રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં ચોક્કસ ભાતમી મુજબની ટૂંક આવતાં ટીમે કોર્ડન કરી ટ્રકને રોકી હતી. ડ્રાઈવરની પુછપરછ કરતાં તેનું નામ સુનીલ મુરલીધર નવરે (રહે. પીપલનેર, ધુલિયા) હોવાનું જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, ટૂંકમાં પાછળ પ્લાસ્ટીકના કેરેટ ભરેલાં છે. જોકે, એલસીબીની ટીમે ટૂંકમાં તલાશી લેતાં પ્લાસ્ટીકના કેરેટની પાછળ વિદેશીદારૂનો જથ્થો સંતાડેલો હોવાનું માલુમ પડયું હતું.

ટીમે ટ્રકને નબીપુર પોલીસ સ્ટેશને લઈ જઈ માલની ગણતરી કરતાં ટ્રકમાં કુલ ૩૪ લાખથી વધુની મત્તાનો વિદેશીદારનો જથ્થો ભરેલ હોવાનું માલુમ પડયું હતું. ટીમે તેની ઉલટ પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, સુરતના સંજય દેસાઈ સાથે તેનો સંપર્ક હતો. તેના કહવાથી નાસીકના અનિકેત પાટીલ સાથે તેમનો સંપર્ક થયો હતો. દરિમાનમાં અનિકેતના કહેવાથી ચાર પાંચ વખત તે પાલેજથી નારેશ્વર તરફ જવાના રસ્તામાં કરજણ પાસે ગાડી ખાલી કરવા મોકલ્યો હતો. દરમિયાનમાં તેણે જણાવ્યું હતું કે, આ વખતે અનિકેત પાટીલે તેને ફોન કરીને સેલવાસ બોલાવ્યો હતો. જ્યાંથી તેને તે ગાડી આપવામાં આવી હતી. જે ગાડી લઈને તેને વડોદરા તરફ જવાના રોડ પર જવા જણાવ્યું હતું. ઉપરાંત કરજણ ટોલ ક્રોસ કરી તેનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તેમજ તેમના કહ્યા બાદ તે મુજબ અન્યને ટૂંક આપવાની હોવાની કબુલાત તેમણે કરી હતી. ટીમે તેની ધરપકડ કરી સૅજય તેમજ અનિકેતને વોન્ટેડ જાહેર કરી નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

નાસિકનો અનિકેત પાટીલ દારુ મોકલાવતો હતો

ઝડપાયેલો સુનિલ નવરે ૨૫ વર્ષથી ટૂંક ચલાવે છે. અને છેલ્લા ૨વર્ષથી દારૂની ગાડી પર ડ્રાઈવિંગ કરે છે. ગત વર્ષે તે વલસાડ ખાતે દારૂની ગાડી સાથે પકડાઈ ગયો હતો. જ્યાં તેનો સંપર્ક સંજય જોરાભાઈ દેસાઈ (રહે. વેડરોડ, સુરત) સાથે થયો હતો. તેણે જણાવ્યું હતું કે, તેનો સંપર્ક નાસીકના અનિકેત પાટીલ સાથે છે અને તેની મદદથી ગુજરાતમાં દારુ મંગાઉ છું. તેમ કહી તેમની સાથે સંપર્ક કરાવ્યો હતો.


Share

Related posts

વાંકલ : લવેટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો નાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં ઝધડીયા, અંકલેશ્વર તાલુકાનાં નર્મદા નદીનાં કિનારાની નજીક રહેતા ગામનાં લોકોએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની સમસ્યા જણાવી જાણો કઈ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!