Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ક્રિપ્ટોમાં ટ્રેડિંગ કરી પ્રોફિટની લાલચ આપી ભરૂચના વૃદ્ધ સાથે ૬૭ લાખની ઠગાઈ

Share

વૃદ્ધને એક યુવતિએ સોશિયલ મિડીયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી વાતોમાં ભોળવ્યાં

ભરૂચ

Advertisement

ભરૂચના તવરા રોડ પર આવેલાં મહર્ષી બંગ્લોઝ ખાતે રહેતાં ૭૧ વર્ષના ભાઈલાલ પટેલ હાલમાં નિવૃત્ત જીવન ગુજારી રહ્યાં છે. ગત ૩૧મી જૂલાઈએ તેમના ફેસબુક એકાઉન્ટ પર આરના અગ્રવાલ નામની યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જે બાદ તેઓ વચ્ચે મેસેન્જર પર વાતચીત ચાલુ થઈ હતી. દરમિયાનમાં અરના અગ્રવાલે તેમને તેનો વોટ્સએપ નંબર આપતાં તેમણે તેઓ તેના પર વાતચીત કરવા લાગ્યાં હતાં. અરસામાં આરનાએ તેમને જણાવ્યું હતું કે, તેનો ભાઈ રોહન અગ્રવાલ ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડીંગ કરી સારો પ્રોફિટ મેળવે છે. તમે ઈચછતાં હોવ તો તમે પણ મારી સાથે ટ્રેડ કરી શકો છે.

તેમ કહી તેમને ટ્રાયલ બેઝ પર ટ્રેડ કરવા તેમજ ગ્રુપની શરતોને આધારે ગ્રુપમાં જોડાવવા જણાવ્યું હતું. જેબાદ તેમનું રજીસ્ટ્રેશન કરાવી તેમાં બેન્ક એકાઉન્ટની ડિટેઈલ્સ નખાવડાવ્યાં હતાં. જે બાદ તેમને વાતોમાં ભોળવી પહેલાં ૧૦ હજાર રૂપિયા નાંખવા જણાવતાં તેમને ૧૦ હજાર રપિયા નાંખ્યા હતાં. જેના તેમને ૧૨ હજાર પરત મળ્યાં હતાં. જે બાદ તેમણે ૨૦ હજાર જમા કરતાં તેની સામે તેમને ૨૪૪૨૩ રૂપિયા પરત મળ્યાં હતાં. જે બાદ તેમણે તબક્કાવાર રીતે ૧૪મી ઓગષ્ટથી ૧૦મી નવેમ્બર સુધીમાં કુલ ૪૮ ટ્રાન્જેક્શન મારફતે કુલ ૬૮.૧૨ લાખ રૂપિયા જમા કરાવ્યાં હતાં. જેની સામે તેમને ૩૯ હજાર પરત આપ્યાં હતાં. જ્યારે ₹૭.૭૯ લાખ રૂપિયાની તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડયું હતું.


Share

Related posts

દેડિયાપાડા ખાતે ૧૫મી નવેમ્બરે પીએમ મોદી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરશે

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીની જી.એસ કુમાર વિદ્યાલયમાં વાલી સંમેલન યોજાયું.

ProudOfGujarat

સુરતમાં ઉડીશાથી આવતી કેટલીક ટ્રેનોમાં ગાંજો સુરત સુધી મોકલવામાં આવે છે જેમાં સુરતનાં માલ્યાવાડ રેલ્વે ફાટક નજીક થેલા અને સૂટકેસમાં ગાંજાનો જથ્થો ફેંકી દેતા આર.પી.એફ પોલીસે કબ્જે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!