Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

SCHOTT ગ્લાસ ઇન્ડિયા કંપની દ્વારા 8 હજાર બાળકોને સ્વેટર વિતરણ કરાયું

Share

ભરૂચ.
સામાજિક સેવા અને માનવ કલ્યાણની ભાવનાને આગળ વધારવા SCHOTT ગ્લાસ  ઇન્ડિયા લિમિટેડ દ્વારા વાની ફાઉન્ડેશનના સહયોગથી સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત આમોદ ખાતે આવેલાં સ્વામિનારાયણ સ્કૂલ ખાતે આધૂનિક ટોયલેટ બ્લોક તેમજ બાથરૂમ બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના પગલે સ્વામિનારાયણ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો અને સ્ટાફ ઉપરાંત મુલાકાતીઓ માટે સુવિધા મળી રહેશે. શાળામાં સ્વચ્છ, સુવિધાસભર અને આરોગ્યપ્રદ વાતાવરણ ઉભું થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ઉપરાંત SCHOTT ગ્લાસ ઇન્ડિયા પ્રા. લી. દ્વારા વાની ફાઉન્ડેશનના સહયોગથી જંબુસર તાલુકાના તમામ આંગણવાડીના બાળકો માટે કુલ 8 હજાર સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સ્કૂલના સંચાલકો દ્વારા કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર વિશાલ આનંદ તેમજ વાની ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ માર્ટીન પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે શરદ પૂર્ણિમાનાં ગરબામાં રમઝટ મચી.

ProudOfGujarat

સ્પા/મસાજ પાર્લરોમાં કામ કરનારાની સંપૂર્ણ વિગત જમા કરાવવા સુરત પોલીસનો આદેશ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી સાથે સરદાર સરોવર ડેમમાંથી 3 લાખ કયુસેક પાણી છોડવામાં આવે તેવી સંભાવના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!