સેવા એજ પરમ ધર્મને સાર્થક કરતા જુના તવરા ગામ પંચાયતના સરપંચ
નર્મદા પરિક્રમવાસીઓ માટે ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર સેવાયજ્ઞનું આયોજન
ભરૂચ.
ભરૂચ તાલુકાના જુના તવરા ગામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર પરિવાર દ્વારા જુના તવરા બસ સ્ટેશન પાસે પરિક્રમાવાસીઓ માટે જમવાની રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાય છે. નર્મદા પરિક્રમાવાસીઓને કડકડતી ઠંડીમાં સ્નાન કરવા માટે ગરમ પાણી અને ચા-નાસ્તો અને ભોજન સહિત રાત્રે રોકાણની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે.
સમગ્ર દેશ અને વિદેશમાં ખ્યાતી પ્રાપ્ત એવા નર્મદા પરિક્રમા અંગે ભરૂચ જિલ્લામાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે સેવા અને સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે ભરૂચ જિલ્લાના અનેક સેવાભાવી લોકો નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરી અનોખો સંતોષ લઈ રહ્યા છે. ત્યારે જુના તવરા ગામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર પરિવાર દ્વારા ગામના લોકોની તો સેવા કરી જ રહ્યા છે સાથે સાથે નર્મદા પરિક્રમાવાસીઓની પણ તેઓ તન, મન અને ધનથી સેવા કરી રહ્યા છે. નર્મદા નદીના તટ પર આવેલું જૂના તવરા ગામ પરથી પસાર થતા નર્મદા પરિક્રમાવાસીઓ માટે ચા-નારની તથા જમવાની અને રાત્રી રોકાણની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે જેમાં ખુબ જ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ ચા-નાસ્તો અને ભોજન સહિત રાત્રે રોકાણ પણ કરતા હોય છે. અહીં આવતા પરિક્રમાવાસીઓ માટે રાત્રે પાકુ ભોજન સવારે ચા-નાસ્તો અને બપોરના પણ પાકુ ભોજન આપવામાં આવતુ હોય છે આ સાથે જ ૨૪ કલાક ચા નાસતો તો ચાલુજ રહેતો હોય છે. અહીં રોજ ૨૦૦ થી ૨૫૦ પરિક્રમાવાસીઓ આ સેવાનો લાભ લઈ રહ્યા છે.
