Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર જીઆઇડીસી ઓફીસ નજીક કારમાંથી રૂ.10 લાખ ભરેલ બેગની ચોરી

Share

અંકલેશ્વર

અંકલેશ્વર જીઆઇડીસી ઓફિસના ગેટ નજીક કારમાંથી રૂપિયા દસ લાખ ભરેલ બેગની ચોરી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અકસ્માત થયો હોવાની જણાવી બાઈક સવાર ત્રણ શખ્સો ચોરી કરી ફરાર થઇ જતા જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી છે

Advertisement

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ જલદર્શન સોસાયટીમાં રહેતા અને કોસમડીની સરગમ રેસીડેન્સી માં શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટ ગતરોજ અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ સિલ્વર પ્લાઝા સ્થિત આર. કે.આંગણીયા પેઢીમાંથી રૂપિયા 10 લાખ લઈને તેમની કાર માં શક્તિ એન્ટરપ્રાઇઝ તેમની ઓફિસે જવા નીકળ્યા હતા.આ દરમિયાન જીઆઇડીસી ઓફિસના ગેટ નજીક બાઇક સવાર 3 શખ્સો એ તેમની કાર પાસે આવી અકસ્માત થયો હોવાનું જણાવી તેઓ સાથે માથાકૂટ કરી હતી.આ દરમિયાન અજાણ્યા શખ્સો એ એકાઉન્ટ ધવલ ભટ્ટ ની નજર ચૂકવી કારમાં ડ્રાઇવર સીટની બાજુમાં મુકેલ રોકડા રૂપિયા 10 લાખ ભરેલ બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આ અંગે એકાઉન્ટન્ટ ધવલ ભટ્ટે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીની સમરસ હોસ્ટેલમાં રહેતાં એન્જીનીયરીંગના વિદ્યાર્થીએ તેના રૂમમાં ફાંસો ખાઇ આપધાત કર્યો.

ProudOfGujarat

ઇ-એફ.આઇ.આર. પ્રોજેક્ટ અંતર્ગત નર્મદા જીલ્લામાં તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓને અપાઈ તાલીમ.

ProudOfGujarat

જેસરના ફુલવાડી વિસ્તારમાં વધુ એક મકાન ધરાશાયી થતા પરિવાર જનો મુશ્કેલીમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!