Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના હલદરવા ગામે સરદાર સ્મૃતિ વનનું લોકાર્પણ  કરવામાં આવ્યું

Share

19 જાતના 562 વૃક્ષો રોપાયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખુલ્લુ મૂકાયું
ભરૂચ.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ તાલુકાના હલદરવા ગામે ‘સરદાર સ્મૃતિ વન’નું લોકાર્પણ કરવામાં આવ્યું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ તેનું ઉદ્ઘાટન કર્યું. રાજ્ય સરકારના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દરેક વિધાનસભા ક્ષેત્રમાં આવા સ્મૃતિ વનનું નિર્માણ થઈ રહ્યું છે. ભરૂચ વિધાનસભા ક્ષેત્રમાં હલદરવા ખાતે આ સ્મૃતિ વનનું લોકાર્પણ યુનિટી માર્ચ પછીના મુખ્ય કાર્યક્રમ તરીકે યોજાયું હતું.
આ સ્મૃતિ વનની વિશેષતા એ છે કે તેમાં 19 જાતના 562 વૃક્ષો રોપવામાં આવ્યા છે. આ વૃક્ષો સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના 562 રજવાડાઓને એકત્રિત કરીને અખંડ ભારત બનાવ્યું હતું તેનું પ્રતીક છે. અહીં એક વિશેષ નકશા દ્વારા દરેક રજવાડાની માહિતી પણ પ્રદર્શિત કરાઈ છે, જેથી ભવિષ્યની પેઢી સરદાર પટેલના ઐતિહાસિક યોગદાનને યાદ રાખી શકે.

લોકાર્પણ સમારોહમાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.બી. ડાભી અને હલદરવા ગામના ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઝઘડિયા : ઉતરાયણ પર્વને અનુલક્ષીને ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

આમોદ જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોને પડતી મુશ્કેલીના નિવારણ અર્થે ધારાસભ્યએ સ્થળ વિઝીટ કરી

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ એન્જિનિયર્સ દ્વારા એક દિવસીય ઉર્જાના વિવિધ સ્ત્રોતો વિશે કોન્કલેવ યોજાઈ*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!