Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ગણેશોત્સવ અને દિવાળીએ બે બંધ ઘરોને નિશાન બનાવી ₹5.70 લાખની મત્તાની ચોરી કરનાર સિકલીગર ગેંગના બે માસિયાઈ ભાઈ ઝબ્બે

Share

ભૂંડ પકડતા પકડતા ભરૂચના ભૌગોલિક વિસ્તારથી વાકેફ થયા બાદ બે મસિયાઇ ભાઇઓએ સગા સંબંધી પાસેથી ચોરી કરતા શીખ્યા બાદમાં સ્વતંત્ર ચોરી કરવાની શરૂઆત કરી હતી. ભરૂચમાં ગણેશોત્સવ અને ત્રાલસામાં દિવાળીએ બે બંધ ઘરોમાં ₹5.70 લાખની ધાપ મારનાર સિકલીગર ગેંગના બે સાગરીત ઝડપી લેવાયા છે.

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે હિસ્ટ્રીશીટર સિકલીગર ગેંગના બે સાગરીતોને ઝડપી પાડી બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગ કરાયેલી બાઇક અને દાગીના તેમજ રોકડ મળી 1.37 લાખનો મુદામાલ રિકવર કર્યો છે.

Advertisement

ગણેશોત્સવ સમયે ભરૂચની હિતેશનગર સોસાયટીમાં રહેતું વૃદ્ધ દંપતી ઘરને તાળું મારી વડોદરા દીકરાના ઘરે દર્શને ગયું હતું. ત્યારે તેમના ઘરને નિશાન બનાવી ₹3.83 લાખની મત્તાની ચોરી સિકલીગર ગેંગે કરી હતી.

જ્યારે દિવાળી સમયે ત્રાલસા ગામે વૃદ્ધા ઘરને તાળું મારી દ્વારકા દર્શન કરવા ગયા હતા. તેમના ઘરના તાળા તોડી દાગીના સહિત ₹1.87 લાખની ચોરી આ ટોળકીએ કરી હતી.

LCB PSI ડી.એ. તુવેરની ટીમને બાતમી મળતા ભરૂચથી દહેજ તરફ બાઇક લઇને આવતા બંને આરોપીઓને પકડી લેવાયા હતા. સગા સબંધીઓ પાસેથી બન્ને માસિયાઈ ભાઈ કસકનો જસબીરસિંગ ટાંક અને વડોદરાના બાજવાનો તેજીન્દરસિંગ સરદાર ચોરી કરતા શીખ્યા હતા. ભરૂચમાં ભૂંડ પકડતા હોવાથી દરેક વિસ્તારથી વાકેફ હોય બંધ મકાનો શોધી ચોરી કરવાનું શરૂ કર્યું હતું. ત્રણ ગુનામાં વોન્ટેડ જસબીર સામે 9 ગુના અને તેજીન્દરસિંગ સામે 12 ગુના નોંધાયેલા છે.


Share

Related posts

નેત્રંગ તાલુકા ભાજપમાં ઘમાસાણ યથાવત,સોશિયલ મીડિયા કારોબારી સભ્યએ આપ્યું રાજીનામુ..!!

ProudOfGujarat

ભરૂચમાં કોરોના પોઝીટિવ દર્દીનાં મોત અંગે સમિતિની રચના કરી એક એમ્બુલન્સ ફાળવવામાં આવી.

ProudOfGujarat

અરવલ્લી-જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!