Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સટ્ટાબેટિંગનો જુગાર રમાડનાર ૪ ઝબ્બે : સુત્રધાર સહિત ૨ વોન્ટેડ

Share

 

બાદશાહી મસ્જીદ સામે જૂની સિવિલ પાસે પોલીસનો દરોડો

Advertisement

। ભરૂચ ।

ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના કોટ પારસીવાડ વિસ્તારમાં આવેલી ફિરદોશ એપાર્ટમેન્ટમાં રહેતો સાબીર સબ્બીર મલેક બાદશાહી મસ્જીદની સામેઆવેલાં ટેકરા પર જૂની સિવિલ પાસે માણસો રાખી સટ્ટા બેટીંગનો જુગાર રમાડે છે.જેથી ટીમે તુરંત સ્થળ પર દરોડો પાડતાં એક શખ્સ ચિઠ્ઠીમાં કાંઈક લખી રહ્યો હતો. જ્યારે ત્રણ જણા તેને લખાવી રહ્યાં હોવાનું જણાતાં ટીમે દરોડો પાડી ચારેયને ઝડપી પાડયાં હતાં. પ્રાથમિક પુછપછરમાં તેઓ આંકડાનો જુગાર રમતાં-રમાડતાં હોવાનું માલુમ પડયુ હતું. આંકડો લખનારનુ નામ હિતેશ પ્રકાશ પરમાર જયારે લખાવનારનું નામ આમેર અબ્દુલ લતીફ કાસમ મલેક, મોહંમદસફી મોહંમદસઈદ અમીરમીયા શેખ, અબ્દુલકાદર મીયાંમોહંમદ ટેલર હોવાનું માલુમ પડયું હતું. ટીમે તેમની ઉલટ પુછપરછ કરતાં હિતેશે જણાવ્યું હતું કે, તેઓ ચાર રસ્તા પિરકાંઠી રોડ પર આવેલાં અબદલવાડ વિસ્તારમાં રહેતાં મોહંમદ કેફ ઉર્ફે ચપાટી હુસેન પઠાણને આંકડાના રુપિયા આપતાં હતાં. તેમજ સટ્ટા બેટીંગના આંકડા સાબીર શબ્બીર મલેકને લખાવતાં હતાં. જેના પગલે ટીમે તે બન્નેને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 


Share

Related posts

ખોટા દસ્તાવેજ ઊભા કરનાર શિક્ષક મહેશ સુથાર સબ જેલના શરણે

ProudOfGujarat

ભરૂચ પોલીસ હેડક્વોટર્સ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન, સુરક્ષાકર્મીઓએ ઉત્સાહપૂર્વક નિભાવ્યો લોકશાહી અધિકાર

ProudOfGujarat

ફેસબુક પર ગણેશજી વિરૂદ્ધ અભદ્ર પોસ્ટ શૅર કરનાર વલસાડના યુવકને ફટકારી બૂટનો હાર પહેરાવાયો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!