Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ચોરીની બાઇક લઇ રખડતા ગઠિયાને પોલીસે ઝડપી પાડ્યો

Share

અંકલેશ્વર પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ચોરાયેલી એક બાઈક પણ કબજે કરવામાં આવી છે. આ આરોપી અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ કેસ ગત 14મી સપ્ટેમ્બરનો છે. અંકલેશ્વરની શ્રી રામ સોસાયટીમાં રહેતા દીપેશકુમાર કાંતિલાલ મોદી પોતાની બાઈક લઈને અંકલેશ્વર ત્રણ રસ્તા સ્થિત શાકમાર્કેટ ગયા હતા.

Advertisement

શાકભાજીની ખરીદી દરમિયાન, પાર્ક કરેલી તેમની રૂ. 30,000ની કિંમતની બાઈકની ચોરી થઈ હતી. ચોર બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી વર્ણી રેસિડેન્સીમાં રહેતા નીતિન કીર્તિ પટેલ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરાયેલી બાઈક કબજે કરી છે. આરોપીએ અગાઉ પણ બાઈક ચોરીના અન્ય ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

નેત્રંગ : કેલવીકુવા ગામનાં એન.આર.આઇ ભકત (પાટીદારો) ગામ રક્ષક દળનાં 170 જેટલા જવાનોની વ્હારે આવતાં તમામને અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

આ બાળકે વધાર્યું ભરૂચ નું ગૌરવ જાણો વધુ ….

ProudOfGujarat

ગોધરા : દાઉદી વ્હોરા સમાજ દ્વારા હનીફ કલંદરની ટીમનુ કોરોના વોરિયર્સ તરીકે સન્માન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!