Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અલ્જીરિયા ખાતે યોજાયેલાં કલા મહોત્સવમાં ભરૂચના યુસુફ ગોરીએ ભારતનું પ્રતિનિધીત્વ કર્યું

Share

કલા , સંસ્કૃતિ ,આતિથ્યભાવ અને સુંદર ભૌગોલિક ક્ષેત્રો એ આપણા ભારત દેશની સાચી ઓળખ છે , ખરો પરિચય છે. પહેલેથી અનેકતામાં એકતા સાધનારો આપણો ભારત દેશ એક વૈવિધ્યશાળી દેશ છે. જ્યાં કલા અને સંસ્કૃતિ એ ભારતના દરેક રાજ્યને નવી ઓળખ આપે છે.

Advertisement

હાલમાં જ અલ્જીરિયાના ખાતે તારીખ ૨૬ થી ૩૦, નવેમ્બર ૨૦૨૫ દરમિયાન Telemcen International Art festival 2025 ‘અલ્જીરિયા મીનીસ્ટ્રી ઓફ આર્ટ એન્ડ કલ્ચર’ ના બેનર હેઠળ અલ્જીરિયા ખાતે યોજાઈ ગયો. આ કલા મહોત્સવ પ્રદર્શનીમાં ભારતવર્ષ તરફથી પ્રતિનિધિ તરીકે ઇન્ડિયા કલ્ચર ટુ આર્ટ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર અને ગુજરાત, ભરૂચના આંતરરાષ્ટ્રીય કલાકાર શ્રી ગોરી યુસુફ હુસેનજીને ભાગ લેવાનું આમંત્રન મળ્યું હતું. જેમાં તેઓએ ભારતનું પ્રતિનિધિત્વ જ નથી કર્યું પણ ભવિષ્યમાં બે દેશો વચ્ચે આવી અનેકો કલાપ્રદર્શની યોજાય અને બે દેશની કલાનું પરસ્પર પરિચય થાય એવા બીજ પણ વાવી આવ્યા છે.

જ્યારે બે દેશની કલા અને કલાકારો આંતરરાષ્ટીય મંચ પર મળે છે ત્યારે એક અદભૂત તીર્થ રચાય છે જેને આપણે ‘કલાતીર્થ’ કહી શકીએ. જગતને જોડી રાખનાર ઉત્તમ માધ્યમ એટલે સંગીત અને કલા જ છે જેના થકી મનુષ્ય પોતાના દેશની સંસ્કૃતિનો ખરો પરિચય કરાવે છે.

આવનાર દિવસોમાં આવા પ્રદર્શનો ભારતમાં અને અલ્જીરિયામાં યોજાય એવા પ્રયત્નો ભારત વતી શ્રી ગોરી યુસફ રહ્યા છે.

અલ્જીરિયા ખાતે યોજાયેલ Telemcen International Art festivalમાં કલાકારોએ જે ઉત્સાહથી ભાગ લીધો હતો તેના પરથી શ્રી યુસફનું કહેવું છે કે “બાળકોનાં હાથમાં બ્રશ, કલમ અને રંગ આપવા જોઈએ જેથી તેઓ સમસ્ત વિશ્વનામાં કલાના માધ્યમથઈ શાંતિનો સંદેશો ફેલાવે” વધુમાં તેઓ જણાવે છે કે કલા અને સંસ્કૃતિ જ આ વિશ્વની જાળવણી અને કેળવણી કરી શકવા માટે સમર્થ છે.
ભારત અને દુનિયાભરમાંથી ૨૦ થઈ વધુ દેશોના કલાકારોએ ભાગ લીધો હતો.


Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં રૂપિયા 5 કરોડ ઉચાપત કેસમાં 1 આરોપીનાં જામીન ના મંજૂર કરતી સેસન કોર્ટ…

ProudOfGujarat

ગોંડલની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ફટકારી ૨૦ વર્ષની કેદ.

ProudOfGujarat

બોડેલી નજીક ઉંચાપાણ ગામમાં કૂવામાં પડેલા દીપડાને કરાયો રેસ્ક્યુ, લોકોમાં ફફડાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!