Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના હિંગલોટ ગામે ઘર પાસે બાંધેલાં ૫૦ હજારની મત્તાના ૪ પશુઓની ચોરી

Share

પંથકમાં છેલ્લાં કેટલાંક સમયથી પશુચોરો સક્રિય, લોકો પરેશાન

। ભરૂચ ।

Advertisement

ભરૂચના હિંગલોટ ગામે રહેતી મહિલા પશુપાલકના પર સામે બાંધેલાં પશુઓ પૈકીના ૫૦ હજારની મત્તાના ૪ પશુઓની કારમાં ચોરી કરી ગઠિયાઓ રફૂચક્કર થઈ ગયાં હતાં. બનાવ સંદર્ભે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ભરૂચ તાલુકામાં આવેલાં હિંગલોટ ગામે રહેતાં સકીલાબેન  વાડીવાળા પશુપાલનનો વ્યવસાય કરે છે. તેમની પાસે કુલ ૧૨ બકરા-બકરીઓ છે. ગત ૧૪મી ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે તેમના ઘર આગળની ખુલ્લી રવેશમાં એટલે કે જગ્યામાં તેમણે તેમના પશુઓને બાંધ્યા હતાં. દરમિયાનમાં વહેલી સવારે ચારેક વાગ્યે અચાનક બકરાઓએ બુમ પાડતાં તેઓ અનેતેમના પતિ જાગી ગયાં હતાં. તેઓએ લાઈટ ચાલુ કરી દરવાજો ખોલતાં એક ગાડી તેમના ઘર સામેથી પુરઝડપે જતી રહી હતી. દરમિયાનમાં તેમણે બાંધેલાં બકરા જોતાં ત્યાથી કુલ ૫૦ હજારની મત્તાના ૪ બકરાની ચોરી કરી ગઠિયાઓ રફુચક્કર થઈ ગયાં હોવાનું માલુમ પડ્યું હતું. અત્રે ઉલ્લેખનિ છેકે હિંગલોટ તેમજ આસપાસના ગામોમાંથી પશુઓ ચોરી થવાની ઘટનાઓમાં વધારો થયો છે. પશુચોરો દિવસમાં રેકી કરી રાત્રીના સમયે કાર વાઈન આવી તેમાં પશુઓની ચોરી કરી રફુચક્કર થઈ જતાં હોય છે.


Share

Related posts

ભારતીય શેરબજારમાં બુધવારે તેજી જોવા મળી, રોકાણકારો થયા ખુશ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

એવિએટર ગેમમાં વિમાન ઉડાવી કમાવવાની લાલચે પુત્રએ માતાના 7 લાખના દાગીના જ ઉડાવી દીધાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!