Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના સોનીને ત્યાં ઘડામણ શિખવા આવેલાં બંગાળી યુવાન 5.32 લાખના દાગીના લઇ ફરાર

Share

 

ભરૂચના કંસારવાડ ખલાસવાડ લાલબજારમાં 35 વર્ષથી રહેતા મૂળ પશ્ચિમ બંગાળના સુજયકુમાર ધારા સોના ચાંદીના દાગીના બનાવે છે. ગત 7 ડિસેમ્બરે જ તેમના પરિચિત વ્યક્તિ મારફતે બંગાળનો જીત દાસ સોના-ચાંદીના દાગીનાની ઘડામણનું કામ શીખવા આવ્યો હતો. 12 ડિસેમ્બરે બપોરે ઘરના નીચેના ભાગે સોની કારીગર સાથે ઘડામણનું કામ કરી રહ્યા હતા. ઉપરના માળે તેઓના પત્ની હતા. દરમિયાન દીકરીને કોલેજથી લેવા જવાનું તથા સોની ABC સર્કલ ગયા હતા. દરમિયાન ઘડામણ અને રીપેરીંગ માટે આવેલા સોના – ચાંદીના દાગીના ડ્રોવરમાં મૂકી તેને લોક કરી તેઓ દીકરીને કોલેજથી લેવા નીકળ્યા હતા.

Advertisement

સાંજે 4.30 કલાક આસપાસ દીકરીને લઈ ઘરે પરત ફરતા કામ શીખવા આવેલ કારીગર ગાયબ હતો. જે ડ્રોવરમાં દાગીના મુકેલા હતા તેનું લોક તૂટેલું હતું. અને અંદર દાગીના પણ ન હતા. સોની સુજય કુમારે ઘરમા લગાવેલ સીસીટીવી જોતા કારીગર જીત દાસ ટેબલના ડ્રોવરનું લોક તોડીને તેમાથી સોના-ચાંદીની ચોરી કરીને નીકળી ગયો હોવાનું માલુમ પડ્યું હતું.

ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે સોનીએ સોનાની રૂદ્રાક્ષની માળા, સોનાની વીંટી, સોનાનો હાર અને ચાંદીનો ભુક્કો મળી કુલ 73 ગ્રામ સોનુ અને 75 ગ્રામ ચાંદીની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કુલ ₹5.32 લાખના દાગીનાની ચોરી અંગે ફરિયાદ નોંધી ફરાર જીત દાસની શોધખોળ શરૂ કરી હતી.


Share

Related posts

માંગરોળ તાલુકાના ઝંખવાવ શાંતિનિકેતન હાઈસ્કૂલમાં વાર્ષિક રમોત્સવનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે રેલવે વિભાગના વિવિધ કામો બાબતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

રાજપીપળા : જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા નર્મદાના 31 પ્રગતિશીલ ખેડૂતોનું “ભૂમિપુત્ર એવોર્ડ -2022” થી સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!