Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના જીતાલી, દઢાલ અને ઉધનાના 3 મિત્રોએ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી આચરેલો ₹ 9.50 લાખનો સાયબર ફ્રોડ

Share

 

ગુજરાત પોલીસ દ્વારા વધતા જતા સાયબર ફ્રોડને લઈ ઓપરેશન મ્યુલ હન્ટ હાથ ધરાયુ છે. સમન્વય પોર્ટલ પર સાયબર ક્રાઇમની ફ્રોડ એકટીવીટી માટે ઉપયોગ થયેલ એકાઉન્ટના ડેટા વિશ્લેષણ અંક્લેશ્વર શહેર એ ડિવીઝનના ASI અમરસિંગ કરી રહ્યા હતા. મ્યુલ એકાઉન્ટ હોલ્ડરોની મળેલ માહિતી આધારે તપાસ કરતા. અંક્લેશ્વર શાખાના યસ બેંકના સિદ્દીક ઉર્ફે એજન્ટ ઉંમર બેલીમના એકાઉન્ટમાં સાયબર ચિટિંગના 9.50 લાખ જમા થયા હોવાની માહિતી મળી હતી. જીતાલીની ડ્રિમસિટીમાં રહેતા આરોપીની ધરપકડ કરાઈ હતી. આરોપીએ માહિતી આપી હતી કે, એક વર્ષ પહેલા જુમ્માની નમાજ પડવા માટે દઢાલ જીતાલી રોડ ઉપર આવેલ મસ્જિદમાં ગયો હતો. તે સમયે તેને તેનો મિત્ર દઢાલ સનસીટીમાં રહેતો શમશેર ઉર્ફે છોટુ મુમતાજ અલી મળ્યો હતો. જેને ચિટિંગની રકમના 10 લાખ આવવાના હોય સિદ્દીકનું યશ બેંકનું એકાઉન્ટ આ રૂપિયા જમા કરાવવા 30000 કમિશન આપવાનું કહી લીધું હતું. જોકે મિત્ર શમશેર એ 9.50 લાખ સિદીકે ટ્રાન્સફર કર્યા બાદ કમિશન આપ્યું ન હતું. અને સલામત રીતે આ નાણાં તેના બેક એકાઉન્ટમાંથી કાઢવા ઉધનાના મિત્ર મોહંમદ નાઝીરનો સંપર્ક કરી. ત્રણ લાખ તેને આપી બાકીની રકમ શમશેરે પોતે મેળવી ખર્ચી નાખી હતી. NCCPR પોર્ટલ પર બેંગ્લોરમાં થયેલી આ સાયબર ચિટિંગની અરજી આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ત્રણેય મિત્રો સામે ગુનો દાખલ કર્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં પીપરીપાન ગામનાં શ્રમિકનો અનોખો સેવાયજ્ઞ.

ProudOfGujarat

ભરૂચમાં પહેલા નોરતે ખેલૈયાઓના અરમાનો પર વરસાદે પાણી ફેરવ્યું 

ProudOfGujarat

ભરૂચના ભૃગુઋષી બ્રિજ નીચે મહિલા બુટલેગર માટે દારૂ વેચતાં બે ઝડપાયાં 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!