Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ વકીલ મંડળની ચૂંટણી, ત્રણ પેનલ વચ્ચે જંગ : ૮૬.૧૯ ટકા મતદાન

Share

૯ ટર્મથી પ્રમુખ બનતાં કોંગી ઉમેદવાર પ્રધ્યુમન સિંધાને હરાવવા ભાજપની બે પેનલ ઉતરી
ભરૂચ
ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની આ વખતની ચૂંટણી ભારે રસાકસી ભરી બની છે. આ વખતે ચુટણીમાં કુલ 3 પેનલ ઉતરી છે. બપોરે સવા ત્રણ વાગ્યા સુધી થયેલાં મતદાનમાં બાર એસોસિએશનના કુલ 876 વકીલ મતદારો પૈકીના 755 મતદારોએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. ચુંટણીમાં કુલ 86.19 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મત ગણતરીની પ્રક્રિયા પણ શરુ કરી દેવાઈ હતી. જોકે, પક્રિયા મોડી રાત્રી સુધી ચાલી હતી.
ગુજરાતભરમાં શુક્રવારે ૧૯મી ડિસેમ્બરના રોજ બાર એસોસિએશનની ચૂંટણીનું આયોજન કરાયું હતું. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વકીલ મંડળની યોજાયેલી ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. ભરૂચ જિલ્લા બાર એસોસિએશનમાં પ્રથમવાર ત્રણ પેનલ ઉતરી હતી. જેમાં સહકાર પેનલ, પરિવર્તન પેનલ તેમજ સમરસ પેનલે પોતાનું જોર આજમાવ્યું છે. ભરૂચ બાર એસોસિએશનમાં ૯ ટર્મથી સતત પ્રમુખ પદે રહેનારા પ્રધ્યુમનસિંહ સિંધાની સામે ભાજપ પ્રેરિત એવો અજબખાન સિપાઈ તેમજ બિરેન પટેલે પોતાની પેનલ ઉતારી હતી. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર તેમજ કમિટી સભ્યો મળી કુલ 16 બેઠકો માટે કુલ ૫૦ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતાં. ભરૂચ જિલ્લા બાર એસોસિએશનમાં નોંધાયેલાં ૮૬૭ મતદારો પૈકી ૭૫૫ વકીલોએ બેલેટ પેપર થકી મતદાન કરી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી કમિશનર કમલેશ સોની દ્વારા ચૂંટણી બાદ બપોર બાદ મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જોકે, મત ગણતરી પ્રક્રિયા લાંબી ચાલતાં મોડી રાત્રી સુધી ગણતરી થઈ હતી.

Share

Related posts

ઉમરપાડામાં વ્યાપક વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થતા વળતર ચૂકવવા માંગ.

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જીલ્લાને ત્રણ 108 એમ્બ્યુલન્સ આપવામાં આવી.

ProudOfGujarat

ભરૂચના બાયપાસ રોડ પર ધૂળની ડમરીઓને કારણે અકસ્માતનો ભય..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!