Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડામાં વ્યાપક વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થતા વળતર ચૂકવવા માંગ.

Share

ઉમરપાડા તાલુકામાં વ્યાપક વરસાદથી કૃષિ પાકને થયેલા નુકસાનનું તાત્કાલિક ધોરણે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું.

ચાલુ વર્ષે છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોના કૃષિ પાક તદ્દન નિષ્ફળ ગયા છે આ બાબતે ઉમરપાડા તાલુકા આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના પ્રતાપભાઈ વસાવા, કોકીલાબેન વસાવા, ગીતાબેન વસાવા, સવિતાબેન વસાવા, કલાવતીબેન વસાવા, ગંગાબેન વસાવા, રીનાબેન વસાવા, જીતેન્દ્રભાઈ કોટડીયા વગેરે કાર્યકરોએ એક આવેદનપત્ર મામલતદારને સુપ્રત કરી જણાવ્યું કે ખેતી ઉપર નભતા મહત્તમ નાના-મોટા આદિવાસી ખેડૂતોએ ખેતીમાં વિવિધ પાકોનું વાવેતર કરેલ હતુ. તમામ વાવેતર વધુ વરસાદને કારણે નિષ્ફળ ગયું છે તેમજ અતિ ભારે વરસાદથી તમામ કૃષિપાક નિષ્ફળ ગયો છે. ખાદ્ય પાકો અને શાકભાજી પાકોમાં પારાવાર નુકસાન થતાં મરણતોલ આર્થિક નુકસાનનો મોટો ફટકો ખેડૂતોને પડ્યો છે. આ સંજોગોમાં ખેડૂત વર્ગને સહારો મળે તે જરૂરી છે ખાસ ઉમરપાડા તાલુકાના આદિવાસી વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય બની છે ત્યારે અસરગ્રસ્ત તમામ ખેડૂતોના કૃષિપાક ના નુકસાન નો સર્વે તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને નુકસાની અનુસાર વિસ્તારના તમામ ખેડૂતોને યોગ્ય વળતર સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

અંકલેશ્વરના અંબિકા નગરમાં સોનું અજવાળી આપવાના બહાને બે ગઠિયા ચાર તોલાથી વધુનું સોનું લઈને ફરાર.

ProudOfGujarat

રાજપારડી નજીક ધોરીમાર્ગ પર માધુમતિ નદીના બીજા પુલની અધુરી કામગીરીથી હાલાકી બન્ને તરફના વાહનો એકજ પુલ પરથી પસાર થતાં અકસ્માતની દહેશત.

ProudOfGujarat

મ્યુકરમાયકોસીસ રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનનો જથ્થો રાજપીપલા કોવિડ હોસ્પિટલને ફાળવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!