Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મ્યુલ હન્ટ એકાઉન્ટની તપાસમાં ભરૂચના શખ્સના ખાતામાં ૧૧.૮૨ લાખની હેરાફેરીનો ઘટસ્ફોટ

Share

 ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમે શખ્સની ધરપકડ કરી, રિમાન્ડની કવાયત
ભરૂચ
ભરૂચના શખ્સના ૫ એકાઉન્ટમાં સાયબર ક્રાઈમના ગુનાના રૂપિયાના ટ્રાન્ઝેક્શન થવાનો ઘટસ્ફોટ થયો છે. ટીમે તેના એકાઉન્ટની વિગતો મેળવતાં કુલ ૧૧.૮૨ લાખની હેરાફેરી થઈ હતી. બનાવને પગલે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ પરી છે.
ભરૂચ બી ડિવિઝન પોલીસને સેન્ટર સાયબર કાઈમ વિભાગમાંથી મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ક્રાઈમના ગુનામાં ફીજ કરાયેલાં એક બેન્ક એકાઉન્ટ નંબર મળ્યો હતો, જેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેથી ટીમે એકાઉન્ટ નંબરની વિગતો કઢાવતાં તેમાં સાયબર કાઈમના રુપિયા આવ્યા હોવાનું જણાયું હતું. ટીમે તેના આધારે એકાઉન્ટ માલિકની વિગતો મેળવતાં તેનું નામ સરફરાજ કાદર મેમા (રહે, એ-૨૧, મદીના પાર્ક, શેરપુરા રોડ) હોવાનું માલુમ પડયું હતું. ટીમે તેના અન્ય એકાઉન્ટની વિગતો મેળવતાં અન્ય પાંચ એકાઉન્ટ ફીજ થયા હોવાનું જણાયુ હતુ. જેના પગલે ટીમે તે તમામ એકાઉન્ટની વિગતો કઢાવતાં તેના એકાઉન્ટમાં કુલ ૪૭ ટ્રાન્ઝેકશન થકી ૧૧.૮૨ લાખથી વધુની રકમ આવી હતી. જે રૂપિયા તેણે ઉપાડી લીધાં હતાં. પોલીસની પ્રાથમિક પુછપરછમાં તેણે કેફિયત રજૂ કરી હતી. કે, તે રેડિમેડ કપડાંનો વેચાર કરે છે. તેના ખાતામાં તેના ધંધાના રૂપિયા આવતાં હતાં. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં તેનો વ્યવસાયીક એકાઉન્ટ નંબર અલગ હોવાનું તેમજ તેમાં સાયબર ક્રાઈમના રૂપિયાની એન્ટ્રી ન હોવાનું માલુમ પડયું હતું. ટીમે તેની ધરપકડ કરી તેના રીમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

Share

Related posts

મિલર મશીન રિવર્સ લેતી વેળાં એક શ્રમિક અથડાયો, સારવાર વેળાં મોત

ProudOfGujarat

મહાશિવરાત્રિ પર્વ નીમીતે શીયાલી ગામે બરફાનીબાબા ના દર્શન ખુલ્લા મૂકાશે.

ProudOfGujarat

છોટાઉદેપુરમાં પાડોશીએ તીર વડે હુમલો કરતાં ઇજાગ્રસ્તની ત્રણ કલાક બાદ સર્જરી સફળ રહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!