Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં SIR હેઠળ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ, 2.15 લાખ મતદારોના ફોર્મ ભરાઈને પરત ન આવ્યા

Share

 

ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ SIR હેઠળ આજે શુક્રવારે ભરૂચ જિલ્લાની મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ગૌરાંગ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી આ અંગે માહિતી જાહેર કરી હતી.

Advertisement

જિલ્લાની 5 વિધાનસભામાં વર્ષ 2025 હેઠળ કુલ 13.10 લાખ મતદારો હતો. જેમાં SIR હેઠળ 10.95 લાખ મતદારોના ફોર્મ ભરીને પરત આવતા તેમનું ડિજિટલાઇઝેશન કરાયું હતું. એક બુથ પર 1200 થી વધુ મતદાર ન રહે તે માટે અગાઉના 1342 મતદાન મથકોની સંખ્યા વધારી 1493 કરાઈ છે.

SIR ની કામગીરી હેઠળ જિલ્લામાં 2.15 લાખ ફોર્મ ભરાઈને પરત આવ્યા નથી. આવા અન કલેક્ટેબલ ફોર્મમાં 68107 મતદારો મૃત્યુ પામ્યા છે. જ્યારે 31311 ગેરહાજર, 98534 જિલ્લામાંથી કાયમી સ્થળાંતર થઈ ચૂક્યા છે. તો 17228 મતદારો અન્ય સ્થળે નોંધાયેલા મળી આવ્યા હતા.

હવે મુસદ્દામાં BLO દ્વારા નામ આવ્યા હોય પણ મેપિંગ ન થયું હોય તેવા 1 લાખ 4 હજાર 299 મતદારોને નોટિસ આપવામાં આવશે. તેઓ હક, દાવા અને પુરાવા 18 જાન્યુઆરી સુધી રજૂ કરી શકશે. જે બાદ 10 ફેબ્રુઆરી સુધી સુનાવણી હાથ ધરાશે. અને આખરી મતદાર યાદી 17 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ કરવામાં આવશે.


Share

Related posts

ઝઘડીયા તાલુકામાં કોરોના સંક્રમિત કેસો પૈકી એક ઇસમનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વરના અંદાડા ગામમાં જીઓ કંપનીના મોબાઈલ ટાવર લગાડતા વિવાદ સર્જાયો…

ProudOfGujarat

વાલિયાનાં પેટીયા ગામમાં ખેતરના કૂવામાંથી મોટર ચોરીના અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!