Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાના જંબુસર નજીક વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો, કોઈ નુકસાન નહીં

Share

ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. સવારે 4.56 કલાકે નોંધાયેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.8 માપવામાં આવી હતી. ઓછી તીવ્રતા હોવાને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.
સિસ્મોલોજીકલ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભરૂચથી આશરે 45 કિલોમીટર દૂર જંબુસર નજીક નોંધાયું હતું. વહેલી સવારે આંચકો અનુભવાતા કેટલાક નાગરિકો ઊંઘમાંથી જાગી ગયા હતા, જેના કારણે થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.
જિલ્લા તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિ ઊભી થઈ નથી. પ્રશાસન દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.

Share

Related posts

બીએસએફ જવાન દેશની રક્ષામાં ફરજ પર હતો ને તેના જ ઘરમાં ૯.૮૫ લાખની ચોરી 

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ખેતી વિષયક મશીનરી/ઓજારોની દુકાનો, હાઈ-વે પર ટ્રકોના રિપેરિંગ માટેની ખુલ્લી રાખી શકાશે.

ProudOfGujarat

સંભેટી ગામે પરીણિતાએ સાસરિયાઓના ત્રાસથી જાતે સળગી જઇ આપઘાત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!