Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજમાં અસામાજીક તત્વો સામે કાર્યવાહી, ગેરકાયદેસર વીજ જોડાણ બદલ ₹86 હજારનો દંડ

Share

પાલેજ પોલીસ તથા ડીજીવીસીએલની સંયુક્ત ટીમે ગૌ-વંશના ગુનામાં પકડાયેલા અસામાજીક તત્વોના ઘરોમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા વીજ જોડાણ સામે કડક કાર્યવાહી કરી કુલ રૂપિયા 86 હજારનો દંડ ફટકાર્યો હતો.
મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદીના આધારે પોલીસ સ્ટાફની ટીમ રચી ડીજીવીસીએલના કર્મચારીઓ સાથે મળીને તેમના ઘરોમાં વીજ કનેક્શનની તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન મીનાઝ પાર્ક, ટંકારીયા વિસ્તારમાં રહેતા અસ્લમ યુસુફ ઉમટા તેમજ હમ્જા યુસુફ ઉમટાના ઘરોમાં ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યા હતા. જેને પગલે ડીજીવીસીએલ દ્વારા તાત્કાલિક તેમના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને બંને સામે મળીને કુલ રૂપિયા 86 હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે.
પાલેજ પોલીસ દ્વારા અસામાજીક પ્રવૃત્તિઓ સામે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે.

Share

Related posts

સુરતનાં ઝાંપા વિસ્તારમાં બકરા ચોરી કરતી ગેંગનો આતંક યથાવત, રિક્ષામાં આવી રખડતા બકરા ચોરી કરતા ઇસમો CCTV માં કેદ

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે બંધારણનાં ધડવૈયા એવાં ડૉ.બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે પૂષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

ProudOfGujarat

જંબુસરમા લખપતી રેસન કાર્ડ ધારકોમાં ફફડાટ જંબુસર મામલતદાર ns વસાવા નો સપાટો મફતમાં અનાજ લેતા પૈસાદાર લોકો સામે જંબુસર મામલતદારની કાર્યવાહી શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!