Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શનિવારે ભરૂચમાં ૪૮મી ઐયપ્પા ભગવાનની શોભાયાત્રા નિકળશે

Share

। ભરૂચ !

ભરૂચની શ્રી ઐયપ્પા સેવા સમિતિ દ્વારા ભગવાન ઐયપ્પાના આશિર્વાદથી છેલ્લા ૪૭ વર્ષથી વાર્ષિક એયપ્પા પુજાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ધાર્મિક પરંપરાઓ અને આસ્થા સાથે યોજાતા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ ૨૭મી ડિસેમ્બરના રોજ વાર્ષિક ઐયપ્પા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સવારે સાડાપાંચ વાગ્યે ગણપતિ હોમ તેમજ તે બાદ ૭:૩૦ વાગ્યે અભિષેક કરવામાં આવશે. ઉપરાંત સાંજે 6:30 કલાકના અરસામાં કસક અનુમાન મંદિરેથી થાળાપોળી સાથે વિશાળ અને સુશોભિત હાથી તેમજ પંચવધ્યમ, શિંકરી-મેલમ, હૈયામ સાથે શોભાયાત્રાનો પ્રારંભ થશે. સાથે સાથે સાંજે ૭:૩૦ વાગ્યે વિષ્ણુ એયપ્પા મંદિર ખાતે ભજન અને બાદમાં ૮:૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જે બાદ ૯:૩૦ કલાકે મહા-આરતી થશે. જેનો લાભ લેવા દરેક ધાર્મિક લોકોને અનુરોધ કરાયો છે.

Advertisement

Share

Related posts

વલસાડના અબ્રામા ખાતે આવેલી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અપાતી ફ્રી ટ્ર્રાન્સપોર્ટેશનની સેવા બંધ કરાતા વાલીઓમાં રોષ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કોવિડ વેક્સીનેશન મેગા ડ્રાઇવ અભિયાન અંતર્ગત ૭૪૪૭ લોકોએ કોરોના વેક્સીનનો લીધો લાભ.

ProudOfGujarat

વ્યાજખોરોએ નાયબ મામલતદારના પતિનું અપહરણ કર્યુઃ 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!