Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં પીસીપીઆઈઆર ઝોનમાં આદિવાસીની જમીનમાં ગેરકાયદે ખોદકામ

Share

ભુમાફિયાને કહેવા છતાં નહીં માનતાં આખરે કલેક્ટરમાં લેખિતમાં આવેદન અપાયું

ભરૂચ.

Advertisement

દહેજમાં ભુમાફિયાઓ દ્વારા ગેરકાયદે રીતે પીસીપીઆઈઆર ઝોનમાં આવેલી જમીનમાંથી માટી ખોદી નાંખી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે. ભુમાકિયાએ વજાપરા વિસ્તારમાં ૮૦થી ૯૦ એકર જમીન ખોદી નાંખતા તળાવો બની ગયાં હોવાના આક્ષેપ પણ તેમણે કર્યા છે.

વાગરા તાલુકાના દહેજ ગામે રહેતાં મગનભાઈ વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદન પત્ર આપી રજૂઆત કરી છે. જેમાં તેમણે આક્ષેપ કર્યા છે કે, તેઓને સરકાર દ્વારા ગુજરાન ચલાવવા જમીન ખેડવા આપી હતી. જેમાં તેઓ છેલ્લાં કેટલાંય વર્ષોથી જમીન ખેડી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. જોકે, ઘોડા વર્ષોથી તે જમીન પર દહેજ ગામના જ ભુમાફિયા ઓમકારસિંહ અરવિંદસિંહ રણા (લકી) દ્વારા ગેરકાયદે રીતે ખોદકામ કરવામાં આવ્યું છે. તેઓએ ઉમેર્યું હતું કે, તેઓએ અનેકવાર ઓમકારસિંહ રણા (લકી)ને મૌખિક રીતે જાણ કરી તે જમીન તેમની હોવાનું જણાવવા છતાં લકી એટલે કે ઓમકારસિંહ રણાએ તેમને તે જમીન તમારી નથી એટલે હું તો ત્યાં ખોદકામ કરીશ જ, તમારાથી જે થાય તે કરી લો તેવી ધમકીઓ આપી હતી. અરજીમાં તેમણે વધુમાં નોંધ્યું હતું કે, ઓમકારસિંહ રણા (લકી) એ માથાભારે શખ્સ હોવાધી તેમની સામે તેઓ બોલી શકે તેમ ન હોવાથી તેમણે કલેક્ટરને મામલામાં કાયદાકિય કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે તેમની જમીન પર થતું ખોદકામ અપટકાવે તેવી માગ કરી હતી.

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, અરવિંદસિંહ ઉર્ફે લકીએ ગેરકાયદે કોઈ પણ પ્રકારની પરવાનગી વિના ખોકામ કરવામાં આવતાં ત્યાની જમીનમાં 10 થી 20 ફૂટ ઉંડા ખાડા પડી જતાં તળાવ બની ગયાં છે. જમીનનું ખોદાણ થતાં ખારૂ પાણીનું સ્તર ભાગી જતાં તે જમીન તેમજ તેની આસપાસની જમીનને અસર પડી રહી છે. આ મામલે દહેજ પંચાયતમાં રજૂઆત કરતાં ઓમકારસિંહે સરપંચ સમક્ષ જણાવ્યું હતું કે, તેઓ તેમની બાજુની 465 નંબરની અને હાલના નવા સર્વે નંબર 1388 વાળી જમીનમાં ખોદકામ કરે છે. જોકે, હકીક્તમાં તેઓ તે વિસ્તારની સરકારી પીસીપીઆઈઆર ઝોન અને સરકારી પડતર જમીન છે. જ્યાં સરકારી નિયમોનુસાર કોઈ પણ પ્રકારની જમીન ખોદવાની કોઈ પણ પ્રકારની પરવાનગી આપી શકાય તેમ નથી. તેઓએ વજાપરા વિસ્તારમાં ગરીબ ખેડૂતોની ૭૩એએ ની જમીનો જે ખેતી માટે આપી હતી. ત્યા 80 થી 90 એકની આસપાસ જમીન ખોડી નાંખતાં ત્યાં વિશાલ તળાવો બની ગયાં છે. જેપી મામલામાં ન્યાયિક કાર્યવાહી થાય તેવી માંગ તેમણે કરી છે.


Share

Related posts

આમ આદમી પાર્ટી દ્વારાતા. ૨૬, ૨૭ ના રોજ પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં જન સંવેદના મુલાકાત કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

અંકલેશ્વરના સંજાલી નજીક રીક્ષામાં સવાર મુસાફરને લૂંટી લેનાર વધુ બે આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

ProudOfGujarat

ભરૂચના નર્મદા ચોકડી પાસેથી મળેલાં દાહોદના બાળકનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!