Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પાંજરાપોળ ખાતે “વિશ્વ તુલસી દિવસ”ની ભવ્ય ઉજવણી કરાય

Share

ભરૂચ પાંજરાપોળ દ્વારા દર વર્ષે ઉજવાતો“વિશ્વ તુલસી દિવસ”આજ રોજ ભક્તિભાવ અને હરિત સંદેશ સાથે સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં “ગ્રીન ભરૂચના નિકુંજભાઈ ભટ્ટ તેમજ ચંપકભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં તુલસી વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ચંપક મિસ્ત્રી દ્વારા “વંદેમાતરમ”નું સંપૂર્ણ પઠન ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું હતું તેમજ શ્રીમદ્ ભગવદ ગીતા ના ૧૨મા અને ૧૫મા અધ્યાયનું પાઠ વાંચન પણ યોજાયું હતું.આ અવસરે રોજબરોજ સિદ્ધનાથ નગર સોસાયટીમાંથી રોટલી એકત્ર કરી ગૌમાતાને પહોંચાડનાર ભૂદેવોનું સન્માન કરી ગૌસેવા અને માનવસેવાના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના સભ્ય પ્રવીણભાઈ પટેલ, પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના કોષાધ્યક્ષ અનિલભાઈ રાણા, તેમજ રાજેશભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવોએ હાજરી આપી તુલસી રોપાનું વિતરણ કર્યું હતું.

Advertisement

Share

Related posts

રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ, સિક્યુરિટી, સ્વીપર અને અન્ય સ્ટાફને જાણ કર્યા વિના છૂટા કરી દેવાતા હોબાળો.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશન અને EDI સંસ્થા દ્વારા ઉમરપાડાના કોટવાળિયા સમુદાય માટે ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયાનાં તલોદરા ગામે મોબાઇલ ટાવરની ૨૪ નંગ બેટરીની ચોરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!