Proud of Gujarat
FeaturedGujaratINDIA

અદાણી ફાઉન્ડેશન અને EDI સંસ્થા દ્વારા ઉમરપાડાના કોટવાળિયા સમુદાય માટે ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમ યોજાયો.

Share

અદાણી ફાઉન્ડેશન હજીરા EDL સંસ્થા સુરત અને RSETI સુરત દ્વારા ઉમરપાડાના આદિવાસી વિસ્તારના કોટવાળીયા સમુદાયના વાંસકામના કારીગરો માટે ત્રણ દિવસથીયા ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમનું આયોજન ઉમરકોટ ગામ ખાતે કરાયુ હતું. આ તાલીમમાં ઉમરપાડા તાલુકાના ઉમરગોટ, કેવડી, પાંચ આંબા, ઘણાવડ ગામના 35 જેટલા ભાઈ બહેનએ તાલીમનો લાભ લીધો હતો.

અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા ઉમરપાડા તાલુકા વિસ્તારમાં આદિવાસી સમુદાયના ઉત્થાન માટે વિવિધ કાર્યક્રમો કરતું રહે છે એ જ શ્રેણીમાં ઉદ્યોગ સાહસિકતા તાલીમનું આયોજન થયું હતું. આ તાલીમમાં EDI સંસ્થા સુરતના રિકિલભાઇ મોદી, ડીપીઓ મહેશભાઈ ચૌધરી અને RSETI ના જિલ્લા અધિકારી અર્ચનાબેન જોશીએ ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિષય ઉપર તાલીમ આપી હતી. આ તાલીમમાં વાંસકામ કરતાં ભાઈ બહેનોને ઉદ્યોગ સાહસિકતા શું છે ? તેના ફાયદા અને સફળ ઉદ્યોગ સાહસિક કેવી રીતે બની શકાય બજાર જોડાણ કઈ રીતે થાય અને નાણાકીય સક્ષરતા વિશે માહિતી આપવામાં આવી હતી. અદાણી ફાઉન્ડેશન દ્વારા વાંસકામ કરતાં કોટવાળીયા સમુદાયના કારીગરો માટે વિશેષ કાર્યક્રમ કરતું રહે છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ખેડા જિલ્લામાં 7 સ્થળેથી સિરપનો જથ્થો પકડાયો

ProudOfGujarat

ભરૂચ અને નર્મદા જિલ્લાના હાજીઓનો ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ તાલીમ શિબિર યોજાઇ.

ProudOfGujarat

જૂનાગઢના ગાંઠીલા ગામે ઓઝત નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનોના મોત, 5 વર્ષમાં 18 લોકો ડૂબી જવાથી મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!