સમગ્ર વિશ્વભરમાં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ ખ્રિસ્તી સમાજમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું. દેશભરના મુખ્ય ચર્ચો રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા.
અંકલેશ્વર પીરામણ રોડ સ્થિત ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ચર્ચમાં પણ ક્રિસમસની પૂર્વ સંધ્યાએ વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ચર્ચને રંગબેરંગી લાઈટો, ક્રિસમસ ટ્રી, તારાઓ અને ચમકતી લાઈટોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખ્રિસ્તી સમાજના લોકો તેમના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ચર્ચમાં પહોંચ્યા હતા. લોકોએ મીણબત્તીઓ પ્રગટાવી પ્રભુ ઈશુને સ્મરી પ્રાર્થનાઓ કરી હતી અને એકબીજાને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ અંગે અંકલેશ્વર સીએનઆઈ મંડળીના ફાસ્ટર રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે, પ્રભુ ઈશુ ખ્રિસ્તે સમગ્ર વિશ્વને શાંતિ, પ્રેમ અને ભાઈચારાનો સંદેશો આપ્યો છે. આજના સમયમાં એ સંદેશાને જીવનમાં ઉતારવાની ખૂબ જ જરૂર છે.ક્રિસમસની આ પાવન સંધ્યાએ ચર્ચોમાં ભક્તિભાવ, શાંતિ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
અંક્લેશ્વરના પીરામણ રોડ સ્થિત નોર્થ ઇન્ડિયા ચર્ચમાં પ્રાર્થના સભા યોજાઇ
Advertisement
