Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાંસોટના સુણેવ ગામ નજીક એમ્બ્યુલન્સ પલટી જતા અકસ્માત, 2 લોકો ઇજાગ્રસ્ત

Share

ભરૂચ:

ભરૂચના હાંસોટથી સુરતના ઓલપાડને જોડતા માર્ગ પર એક એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. હાંસોટ તરફથી સુરત જઈ રહેલી એમ્બ્યુલન્સના ચાલકે સુણેવ ગામ નજીક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વાહન પલટી ગયું હતું.અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર મહિલા સહિત બે લોકોને ઇજા પહોંચી હતી. ઘટનાસમયે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી સવાર ન હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માતની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હાંસોટ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે માર્ગ પર થોડા સમય માટે વાહનવ્યવહાર અસરગ્રસ્ત થયો હતો. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકાનાં કોરોના વોરિયર્સ એવા તમામ વર્ગનાં કર્મચારીઓનાં કોરોના વીમા પોલિસી લેવા બાબતે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ.

ProudOfGujarat

ઉમરપાડામાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ગેસ કનેકશન વિતરણ તથા એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

આમોદ શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!