Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર સ્કોડા ચાલકની બેદરકારીથી એક નિર્દોષે જીવ ગુમાવ્યો : ચાલક ફરાર

Share

 

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામ નજીક આવેલા NH-4 દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર આજે વહેલી સવારે એક કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યું છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ, દોરા રેસ્ટ હાઉસના સર્વિસ રોડ પરથી ઉતરતા ખતરનાક વળાંક પાસે મૃતક પોતાની ઇનોવા કાર રોડ સાઈડમાં ઊભી રાખી નીચે ઉતર્યા હતા, તે દરમિયાન વડોદરાથી ભરૂચ તરફ પૂર ઝડપે અને ઘોર બેદરકારીથી આવી રહેલી સ્કોડા કારના ચાલકે તેમને જોરદાર અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું.

મૃતકની ઓળખ આકાશ દત્તાત્રેય મડકે (રહે. પનવેલ, મહારાષ્ટ્ર) તરીકે થઈ છે. અકસ્માત સર્જનાર સ્કોડા કારનો ચાલક પોપટભાઈ ઠાકરશીભાઈ જસાણી પટેલ હોવાનું જાણવા મળ્યું છે.ચોંકાવનારી અને આક્રોશ જનક બાબત એ છે કે, અકસ્માત સર્જ્યા બાદ સ્કોડા કારનો ચાલક વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો, જે તેની નિર્દયતા તેમજ કાયદાની ખુલ્લી અવગણના દર્શાવે છે.

ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી, અકસ્માત અંગે ગુનો નોંધ્યો હતો અને ફરાર ચાલકની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારજનોનો સંપર્ક કરી મૃતદેહ સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

રિલાયન્સએ ગૂગલની સાથે મળીને લોન્ચ કર્યો જિયોફોન નેક્સ્ટ, જાણો ક્યારથી શરૂ થશે વેચાણ..?

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પોષણ પખવાડિયા અંતર્ગત મીલેટ મેળાનું આયોજન કરાયું

ProudOfGujarat

ભરૂચ : લકઝરી બસ ચોરોને પકડી પાડતી ભરૂચ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!