Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIA

વાગરા તાલુકાના પણિયાદરા અને લુવારા ગામે બિનઅધિકૃત માટી ખનન ઝડપાયું :  રૂ.૨.૮૦ કરોડનો મુદ્દામાલ સીઝ

Share

 

 

Advertisement

ભરૂચ

જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે  તા. ૨૬મી ડીસેમ્બર ૨૦૨૫ ના રોજ ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ ખાતુ, ભરૂચની તપાસ ટીમ દ્વારા વાગરા તાલુકાના પણિયાદરા અને લુવારા ખાતે સાદીમાટી ખનીજના બિનઅધિકૃત ખનન/વહન અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરતા અનુક્રમે ૦૨ એક્સકેવેટર મશીન (સેની તથા ટાટા હિટાચી) અને કુલ ૦૬ ડમ્પર સાદીમાટી ખનીજના બિનઅધિકૃત ખનન/વહન કરતા ઝડપાયા હતા.અંદાજિત કુલ રૂ.૦૨.૮૦ કરોડનો મુદ્દામાલ સીઝ કરી અનુક્રમે દહેજ પોલીસ સ્ટેશન તથા ગોદરેજ અને બોયસ, લુવારા, તા.વાગરા, જી. ભરૂચ ખાતે મૂકવામાં આવેલ અને નિયમોનુસારની કાર્યવાહી  હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

ભરૂચમાં ગુમ થયેલી નેપાળી યુવતી અને એક વર્ષના બાળકને ગણતરીના કલાકોમાં શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું  ;   CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સુરતમાંથી બંનેને શોધી કાઢ્યા

ProudOfGujarat

સુરતમાં પીવાના પાણીની ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂર ગૂંગળામણના કારણે થયા બેભાન

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા પ્રિ-મોન્સુન પ્લાનીંગ-૨૦૨૨ અંગેની બેઠક જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!