અલગ અલગ વયના લોકોની મેરેથોનમાં લોકોને ઉત્સાહપુર્વક ભાગ લીધો
ભરૂચ.
શ્રવણ વિદ્યામંદિર સંચલિત, હરિઓમ આશ્રમ પ્રેરિત તથા બટુકનાથ વ્યાસ શાલા આને જલારામ પતરાના સહયોગથી 2, અને 5 કિલો મીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. મકતમપુરના શ્રવણ વિદ્યામંદિર થી પ્રસ્થાન કરી બોરભાઠા બેટ, નર્મદા બંગલો, દુબઈ ટેકરી, નિઝામવાડી, ઝાડેશ્વર પંચાયત થી પરત શ્રવણ વિદ્યામંદિર સુધીની યોજાઈ હતી. જેમા અલગ અલગ ગ્રુપ મા કુલ ૪૩૫ ભાઈ – બહેનો એ ભાગ લીધો હતો. જેમા ગ્રુપ -૧ માં ૬ થી ૮ માં 30 પુરૂષ,35 મહિલાઓ જોડાઇ હતી. ભાઈ ઓમા પ્રથમ હરેશ રાજેશ વસાવા . બીજાક્રમે કુશ ઉક્કડ વસાવા ત્રીજાક્રમે પિયુષ જીગ્નેશભાઈ વસાવા અાવ્યા હતાં. જ્યારે બહેનોમા માનશી બી પ્રજાપતિ પ્રથમક્રમે. ઉત્તમવંશી યુ. સોલંકી બીજાક્રમે અને પ્રિયાંશી એસ. વસાવા ત્રીજાક્રમે રહી હતી. જૂથ -2 માં – ૯ થી ૧૨ માં 103 ભાઈઓ અને 71 બહેનોએ ભાગ લીધો હતો. જેમા બહેનોમા પ્રથમ – વસાવા પ્રીશા મનીષભાઈ, ભાઈ ઓ માં પ્રથમ સંગાડા વિકેશ નવલભાઈ આવ્યા હતાં. ગ્રુપ -3 માં 85 ભાઈઓ, 55 બહેનોએ ભાગ લીધો હતો.જેમા ભાઈ ઓમા સોલંકી હર્ષિલ પ્રથમ આવ્યાં હતાં. અને બહેનોમા વસાવા સનાયા પ્રથમ રહ્યાં હતાં. તેજ પ્રકારએ અન્ય વિભાગોમાં પણ ખેલાડીઓએ સારો દેખાવ કર્યો હત. કાર્યક્રમમાં ભાજપના જીલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચ સેવાસદન પ્રમુખ વિભૂતિબા યાદવ, મારુતિસિંહ અટોદરીયા,હરિઓમ આશ્રમ સુરતના ટ્રસ્ટી જીમીતભાઈ, કારમિલબેન, પંકજ ભાઈ, જગજીવનભાઈ, આરોગ્ય ડૉક્ટર ઉન્નતિબેન, ડોક્ટર સુનીલ ભાઈ એના બટુકનાથ વ્યાસ.શાળા પ્રમુખ પિનાકીભાઈ રાજપૂત હાજર રહી વિજેતા ભાઈ,બહેનો ને ઈનામો અપાયા. સ્વાગત પ્રવચન અર્જુન રાવળે કર્યું હતું. અને આભાર રમીલાબેને કર્યું હતુ.
