Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઇન્દિરાનગર ઝૂપડપટ્ટીમાં રહેતાં બુટલેગર દિનેશ ઉર્ફે બબુલની દારૂના જથ્થા સાથે ધરપકડ

Share

દમણથી ટ્રેન મારફતે વિદેશીદારૂ ભરૂચ લાવી વેપલો કરતો હોવાની કબુલાત
ભરૂચ.
ભરૂચના ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી ખાતે રહેતો બુટલેગર દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડીયા તેના ઘરની બહાર જ ઉભો રહીને વિદેશીદારુનો વેપલો કરતો હોવાની ચોક્કસ બાતમી ભરૂચ એ ડિવિઝન પોલીસને મળતાં ટીમે તુરંત સ્થળ પર દરોડો પાડ્યો હતો. ટીમ ત્યાં પહોંચી ત્યારે દિનેશ ઉર્ફે બબુલ ત્યાં જ તેના ઘરની બહાર બેઠેલો જણાતાં કોર્ડન કરી તેને ઝડપી પાડ્યો હતો. ટીમે તેની પાસેનો કાળો થેલો ખોલીને ચેક કરતાં તેમાં કુલ 9 હજારથી વધુની મત્તાની વિદેશીદારૂની નાની-મોટી 41 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલ્યું હતું કે, તેણે દમણથી ટ્રેન મારફતે વિદેશીદારૂ ભરૂચ લાવી વેપલો કરતો હતો.
સ્થાનિક સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, વિદેશીદારૂનો વેપલો કરતાં પહેલાં દિનેશ ઉર્ફે બબુલ દેશીદારૂનો વેપલો કરતો હતો. જોકે, બાદમાં તેણે તેના ધંધો વિકસાવ્યો હતો અને દેશીદારૂની સાથે સાથે વિદેશીદારૂનો વેપલો પણ શરુ કરી દીધો હતો. દિનેશ ઉર્ફે બબુલ પોતાને ઇન્દિરાનગર ઝૂપડપટ્ટીનો ડોન સમજવા લાગ્યો છે. અને અવાર નવાર સ્થાનિક કે રસ્તે ચાલતાં લોકો સાથે ઝઘડો કરી તેમના પર હિંસક હુમલો કરવાના કેટલાંય ગુનાઓએ અંજામ આપ્યો છે. નાના ઝૂપડામાં રહેતાં બુટલેગરે ગેરકાયદે રીતે સરકારી જમીન પર આલીશાન મકાન બનાવી લીધું હોવાની કેફિયત સ્થાનિકોએ વ્યક્ત કરી છે. પોલીસ દ્વારા જિલ્લાના અન્ય બુટલેગરોના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવતાં હોય છે ત્યારે દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયાના ગેરકાયદે દબાણો પર કોઇ પણ કાર્યવાહી થતી ન હોવાને કારણે અનેક તર્કવિતર્ક સર્જાયાં છે.  સ્થાનિક રહિશોમાં ચર્ચાઇ રહ્યું છે કે, પોલીસ દ્વારા કેસ કરવામાં આવે છે ત્યારે બુટલેગર જ ડંફાસો મારતો હોય છે કે માત્ર બતાવા પુરતો જ મારા પર કેસ કરે છે. પોલીસની સાંઠગાંઠ હોય તેવી સંભાવનાઓને ઉત્તેજના આપે છે.

Share

Related posts

વાલિયાના તુણા ગામ પાસે એક શ્રમજીવી નું કિમ નદી માં ડૂબી જતા મોત

ProudOfGujarat

અમદાવાદ-યુવતી સાથે બળાત્કાર ગુજારાયો-બે વર્ષ સુધી લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધી રેપ કર્યો…

ProudOfGujarat

પોરબંદર સહિત રાજ્યના સાગરકાંઠે નેવી શીપ સરદાર પટેલ અને વાલસુરા દ્વારા બાજ નજર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!