Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ હાઈવે પર વડદલા નજીક અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું મોત 

Share

યુવાન ભરૂચથી ચોટીલા જવાની વર્ધીએ જવા માટે નિકળ્યો હતો
। ભરૂચ ।
ભરૂચ તાલુકાના શાહપુરા ભરથાણા ગામે રહેતાં મુકેશ રમણ વસાવાનો પુત્ર અમિત છુટક ડ્રાઈવિંગ કરે છે. ગઈકાલે તેને ભરૂચ ખાતે રહેતાં સાબીર અબ્દુલ કાદર કુરેશીના ત્યાં તેમના વાહન પર વર્ધા મારવા માટે જવા ઘરેથી સવારે આઠેક વાગ્યાના અરસામાં બાઈક લઈને નિકળ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તે સાબીર કુરેશીની ગાડી પર ભરૂચથી ચોટીલાની વર્ષી મારવા માટે જઈ રહ્યો છે. રાત્રીના સાડાબારેક વાગ્યાના અરસામાં તેમના મોબાઈલ પર ઝનોરથી કોઈનો ફોન આવ્યો હતો.
જેમાં ફોન કરનારાએ તેમને જણાવ્યું હતું કે, તમારો પુત્ર ભરૂચથી બાઈક લઈને ઘરે આવી રહ્યો હતો. તે વેળૉ ૧૨ વાગ્યાના અરસામાં વડદલા ગામ પાસે શેર-એ-પંજાબ હોટલની સામે ભરૂચથી વડોદરા જવાના રોડ પર આવતાં કોઈ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે ધસી આવી તેમના પુત્રની બાઈકને ટક્કર મારતાં તેને ગંભીર ઈજાઓ થઈ છે. તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયાં છે. જેથી તેઓ તુરંત સિવિલ હોસ્પિટલમાં આવતાં તેમના પુત્રને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જણાયું હતું. તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં રાત્રીના બે કલાકે તેનું સારવાર વેળાં મોત થયાનું તબીબોએ જણાવ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

આરોગ્યમંત્રી નિમિષાબેન સુથારે ગોધરાનાં જીબીએસ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત.

ProudOfGujarat

GCSRA દ્વારા નર્મદા જિલ્લાને CSR એક્ટીવીટીના ભાગરૂપે એમ્બ્યુલન્સની મંજૂરી મળી

ProudOfGujarat

રાજસ્થાનનાં જયપુરનાં હરમાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ.90 લાખનો સેનેટાઇઝર અને હેન્ડ વોશનો જથ્થો નેત્રંગ ખાતેથી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!