Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એલ.સી.બી. પોલીસે પાનોલી જીઆઇડીસી માંથી દેશી બનાવટના બે તમંચા તથા બે જીવતા કારતુસ સાથે બે શખ્સોને આબાદ ઝડપી પાડયા હતા.

Share

ભરૂચ એલ.સી.બી પોલીસની ટુકડી પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હે.કો. પરેશ તેમજ પો.કો.મહેશને બાતમી મળી હતી કે બે ઇસમો પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં તમંચા સાથે ફરી રહ્યા છે જેના આધારે વોચમાં રહી બે ઇસમો
અઝીઝ અહેમદ શેખ રહેવાસી પ્રતિષ્ઠા રેસીડેન્સી, કાપોદ્રા,અંકલેશ્વર તેમજ મોહમંદ મુસ્લીમ શાહ રહે.ઉત્તરપ્રદેશ ને ઝડપી પાડયા હતા.
તેમની અંગ જડતી દરમ્યાન પોલીસને બે દેશી બનાવટના તમંચા કિંમત રૂ.10,000 બે નંગ જીવતા કારતુસ કિંમત રૂ.100, એક મોબાઈલ કિંમત રૂ.10,000 મળી આવ્યા હતા. પોલીસે બંને શખ્સોની અટકાયત કરી આર્મ્સ એકટ અંતર્ગત ગુનો દર્જ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

“રુહાનીયત” અને “વસુધૈવ કુટુંબકમ” પર આધારિત રુહાની ઉત્સવમાં કેલીગ્રાફી દ્વારા વિશ્વભાઈચારાનો સંદેશ

ProudOfGujarat

ભરૂચ : મુન્શી સ્પોર્ટ્સ એકેડેમી ગ્રાઉન્ડમાં મુન્શી પ્રીમિયર લીગ સીઝન -૧ દ્વારા ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

નબીપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં કપાઈ જતા યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!