Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 4 હજાર જેલાં લોકોએ નવા વર્ષના પહેલાં દિવસે સુર્યનમસ્કાર કરી નવી ઉર્જાનું સંચાર કર્યું

Share

ભરૂચ
દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના માર્ગદર્શન થી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલ જીના નેતૃત્વ હેઠળ આજ રોજ ૧ જાન્યુઆરી ૨૦૨૬ નવા વર્ષ ના પ્રથમ દિવસે સૂર્યની પહેલી કિરણ સાથે દેશના એક લાખથી વધુ લોકોએ એક સાથે ભેગા થઈ સૂર્ય નમસ્કાર કરી તેમજ ધ્યાન કરી નવી ઊર્જાનું સંચાર ધ્વારા આજના દિવસથી યોગ દ્વારા શરીર અને મનને સ્વસ્થ રાખવા રાખવાનો સંકલ્પ લીધો. આ કાર્યક્રમ ભરૂચ ખાતે જિલ્લા કોઓર્ડિનેટર બિનિતા પ્રજાપતિ જીએનએફસી કોમ્પ્લેક્સ માં આશરે ૪૦૦થી વધુ તેમજ વડદલા ગામ ખાતે ૨૦૦ થી વધુ ભાઈઓ ,બહેનો , વડીલો અને બાળકોએ ભેગા થઈને આ કાર્યક્રમ સફળતાપૂર્વક જે તે સ્થળ પર પૂર્ણ કર્યો હતો તેમ જ 3000 થી વધારે લોકો ઓનલાઈન યૂટ્યુબ ના માધ્યમ દ્વારા જોડાઈને કાર્યક્રમના ભાગ બન્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા વર્ષમાં યોગ દ્વારા નવી ઉર્જાનો સંચાર થાય અને દેશનું દરેક નાગરિક પોતાના સ્વાસ્થ્ય જાગૃત બને તેમજ સંસ્કૃતિને અપનાવે એ માટેનો હતો ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સર્વ યોગ સાધકો ,ટ્રેનરો,કોચ, કોર્ડીનેટર,યોગ એક્સપર્ટ તેમજ શહેરના દરેક નાગરિકના સહકારથી પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા : બરોડા ડેરીની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા બનેલા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો કરજણ તાલુકાનાં નિશાળિયા ગામમાં સન્માન સમારોહ યોજાયો હતો.

ProudOfGujarat

ગુજરાત ક્રિકેટ એસોસિએશન અન્ડર સ્ટેટ રમવા માટે ભરૂચ ની બે મહિલા ક્રિકેટર ની પસંદગી થતા ક્રિકેટ ક્ષેત્રે ફરી એક વાર બંને ખેલાડીઓએ ભરૂચ નું નામ રોશન કર્યું છે..

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂર ઓસર્યાનો અનોખો વિક્રમ જાણો કયો ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!