Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

થર્ટી ફર્સ્ટને લઇને શહેરમાં વાહન ચેકિંગ, લોકોની બ્રેથ એનેલાઇઝરથી તપાસ

Share

નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખી ભરૂચમાં પોલીસ દ્વારા વિશેષ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બ્રેથ એનેલાઇઝરની મદદથી વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકોનું ચેકિંગ કરાયું હતું

31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને ભરૂચ પોલીસ દ્વારા શહેરમાં વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસની ટીમો તૈનાત કરી વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું.પોલીસ દ્વારા મુખ્ય માર્ગો તેમજ જાહેર સ્થળોએ નાકાબંધી કરી બ્રેથ એનાલાઈઝરની મદદથી નશામાં વાહન ચલાવતા ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસનું કહેવું છે કે 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જાહેર સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રાખશે.

Advertisement

Share

Related posts

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર ફરી મોત ને વહાલું કરવા જતી મહિલા ને જાગૃત રાહદારીઓએ જીવ બચાવી લીધો હતો.

ProudOfGujarat

જય માંગલ માં ઘામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તળાજા મા આવેદનપત્ર આપાયુ

ProudOfGujarat

ભરૂચની મંગલતીર્થ સોસાયટીમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!