Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેરમાં થર્ટી ફર્સ્ટની રાત્રે યુવાધન ઝૂમ્યું : રાત્રે 12 વાગ્યે હેપ્પી ન્યુ યરના નાદથી વાતાવરણ ગુંજ્યું

Share

ભરૂચ જિલ્લામાં 31મી ડિસેમ્બરની મધરાતે વર્ષ 2025ને વિદાય આપી અને નવા વર્ષ 2026નું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ષના છેલ્લા દિવસે અને નવા વર્ષની આગમનને લઈ જિલ્લામાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો. રાત્રે 12 વાગ્યાના ટકોરે લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને ભવ્ય આતિશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.

ભરૂચ શહેરના સીટી સેન્ટર વિસ્તાર તેમજ ઝાડેશ્વર નર્મદા કોલેજની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ડીજે પાર્ટીઓનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ડીજે પાર્ટીઓમાં મોટી સંખ્યામાં યુવક- યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ડીજેના તાલે ઝૂમતા નજરે પડ્યા હતા. મધરાતે ઘડિયાળે 12 વાગતા જ સમગ્ર વિસ્તાર “હેપ્પી ન્યૂ યર”ના નાદોથી ગુંજી ઉઠ્યો હતો.નવા વર્ષની ખુશીમાં શહેરમાં ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી. ફટાકડાંના ધડાકાઓથી ભરૂચ શહેરનો આકાશ ઝળહળી ઉઠ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો રસ્તાઓ પર નીકળી નવા વર્ષની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ખાસ કરીને યુવાનોમાં નવા વર્ષને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.ઉજવણી દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવરજવર વધી ગઈ હતી. નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. બીજી તરફ, કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ પણ રાત્રિ દરમિયાન એલર્ટ મોડમાં રહી પેટ્રોલિંગ અને નજર રાખી રહ્યો હતો.એકંદરે ભરૂચ જિલ્લામાં ઉત્સાહ, ઉમંગ અને ઉજવણી સાથે વર્ષ 2026નું આવકાર કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

કેમાતુર ચોકડી પાસે ટેન્કરની ટક્કરે એક્ટિવા સવાર બે યુવાન પૈકી એકનું મોત, બીજો ગંભીર

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે બી.ટી.એસ.દ્વારા લાયબ્રેરી અને બિરસા વાડી તેમજ બિરસામુંડાની પ્રતિમાનુ ખાત મુહુર્ત કરાયું.

ProudOfGujarat

યુવતીનો પીછો કરનાર ત્રણ રોમિયોનો વિડીયો વાયરલ થતાં વડોદરા શી ટીમ એ ત્રણેયને ઝડપી કાર્યવાહી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!