Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાના ગોરાટીયા ગામના યુવકને પ્રેમ પ્રકરણ બાબતે ત્રણ યુવકોએ માર માર્યો

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગોરાટીયા ગામના એક યુવકને કપાટના ત્રણ યુવકોએ માર માર્યો હોવા બાબતે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવા પામી છે.

મળતી વિગતો મુજબ ગોરાટીયા ગામના પરેશભાઇ રમેશભાઇ વસાવા નામના યુવકની સગાઇ ઝઘડીયા તાલુકાના અન્ય ગામની યુવતી સાથે થયેલ છે. ગત તા.૧૨ મીના રોજ આ યુવકના મિત્ર દિલિપભાઇ દિનેશભાઇ વસાવા રહે.ગામ કપાટનાએ મોબાઇલ પર સ્ટેટ્સ મુક્યુ હતું. તેને આ બારામાં પુછતા તેણે કહેલ કે મારો મોબાઇલ છે હું ગમે તે કરુ, એમ કહીને દિલિપે પરેશને જેસપોર ગામે બોલાવેલ પરંતુ પરેશને કોઇ વાતે શક જતા તે ગયો નહતો. દરમિયાન તા.૧૩ મીના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં દિલિપ તેના ભાઇબંધો હિતેશભાઇ સુરેશભાઇ વસાવા અને ભરતભાઇ દિનેશભાઇ વસાવા બન્ને રહે.ગામ કપાટ તા.ઝઘડીયાના સાથે પરેશના ઘર પાસે આવ્યો હતો, અને કહેવા લાગેલ કે મારે જે છોકરી સાથે પ્રેમ છે તેની સાથે તું કેવો લગ્ન કરે છે. ત્યારે પરેશે જણાવેલ કે મારે તે છોકરી સાથે સગાઇ થયેલ છે. આ સાંભળીને તે લોકો પરેશ અને તેના ભાઇને ગાળો દેવા લાગ્યા હતા. ગાળો બોલવાની ના પાડતા તે લોકોએ પરેશ અને તેના ભાઇ પર હુમલો કરીને લાકડીના સપાટા માર્યા હતા. આ તકરાર દરમિયાન પરેશના ભાઇએ પહેરેલ સોનાની ચેઇન ક્યાંક પડી ગઇ હતી. ત્યારબાદ તે લોકો ધમકી આપીને જતા રહ્યા હતા. આ તકરાર બાદ ઇજાગ્રસ્તોને નેત્રંગ સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. આ બનાવ સંદર્ભે પરેશભાઇ રમેશભાઇ વસાવા રહે.ગોરાટીયા તા.ઝઘડીયાનાએ દિલિપભાઇ દિનેશભાઇ વસાવા, હિતેશભાઇ સુરેશભાઈ વસાવા અને ભરતભાઇ દિનેશભાઇ વસાવા ત્રણેય રહે.ગામ કપાટ તા.ઝઘડીયા જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ જિલ્લાના 143 જેટલા કેન્દ્રો પર વેકસીનેશન મહા અભિયાન યોજાશે.

ProudOfGujarat

સ્કૂલને મર્જ કરવાની રાજય સરકારની જાહેરાતને પગલે ખાસ કરીને આદિવાસી પટ્ટીની અનેક શાળાઓને થનાર સંભવિત અસરને પગલે ભીલીસ્તાન ટાઈગર સેનાએ સખત વિરોધ નોંધાવ્યો છે.

ProudOfGujarat

અમદાવાદ જીલ્લાનાં ધોળકા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!