જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી હોય તેમ લાગી રહયું છે કેમ છે હત્યા લુટ મારામારી ચોરી જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે લીંબડી ખાતે પણ એવો જ બનાવ સામે આવ્યો હતો જેમાં ધોળા દિવસે લાખો રૂપિયા ચોરી થવા પામી હતી અને ચોરી થયા બાદ 24 કલાક પછી FIR હતી
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટ જેવા કિસ્સાઓ સામાન્ય બની ગયા હોય એવું લાગે છે અને કાયદો કથળાય ગયો હોય તેવું સાબિત થઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ગઈકાલે ધોળા દિવસે સોના-ચાંદીના ઘરેણા સાથે રોકકડ રકમ મળીને લાખ્ખો રૂપિયાની ચોરીનો બનાવ બનેલ હતો આ બનાવમાં શિકાર થયેલ હસુભાઇ કરશનભાઇ પરમાર જેઓ લીંબડીના સ્ટેશન રોડ ઉપર આવેલ રામનગર સોસાયટીમાં રહે છે અને હસુભાઇ અને તેમના પત્ની ઉંટડીના સરકારી શાળામાં નોકરી કરે છે ત્યારે આ દંપતિના જણાવ્યા મુજબ બન્ને રૂટીંગ મુજબ નોકરીએ ગયેલ અને નોકરીનો સમય પુરો થતા ઘરે પરત આવેલ ત્યારે તેમના મકાનનો દરવાજો અંદરથી બંધ હતો ત્યારે મકાનની ચારો તરફ તપાસ કરતા એક બારી ટુટેલ જોવા મળી હતી અને જોતજોતામાં ખબર પડી કે તેઓના ઘરમાં ચોરી થઇ ચુકી છે અને આ બાબતે તાત્કાલીક લીંબડી પોલીસ મથકે જાણ કરેલ અને લીંબડી પોલીસે પ્રાર્થમિક તપાસ હાથ ઘરી હતી ત્યારે આ બાબતે આ ચોરીનો શિકાર બનેલ હસુભાઇએ પોલીસને જણાવેલ કે મારા મકાનમાંથી આશરે સોના-ચાંદીના ઘરેણા સાથે રોકકડ રકમ ત્રણ લાખની ચોરી થયેલ છે ત્યારે પોલીસે જણાવેલ કે તમામ બીલો રજુ કરો અને જે સોનીએ ઘરેણા બનાવેલ છે તેને રજુ કરો આમ કહીને ચોવીસ કલાક પછી હસુભાઇની ફરીયાદ લેવામાં આવી હતી

LEAVE A REPLY