Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાનોલી જીઆઇડીસીમાં સલ્ફર મીલ લિમિટેડમાં ભયાનક બ્લાસ્ટ, આગ ફાટી નીકળી

Share

ભરૂચ:
પાનોલી જીઆઇડીસીમાં આવેલી સલ્ફર મીલ લિમિટેડની યુનિટ નંબર-2માં અચાનક બ્લાસ્ટની ઘટના સર્જાઈ હતી. બ્લાસ્ટ બાદ યુનિટમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
બ્લાસ્ટનો જોરદાર અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અને કંપનીની આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
આ દુર્ઘટનામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તેની સત્તાવાર માહિતી હજી સુધી સામે આવી નથી. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ સલામતીના ભાગરૂપે આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.

Share

Related posts

અંકલેશ્વર : વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

લીંબડી : નગરપાલિકાની ઓફિસમાં આવેલ ક્ષેત્રમાં બેસી ગયેલ પાણીનો સંપ ઉપર બાળકો રમતાં હોવાથી નુકસાન થાય તો જવાબદાર કોણ ?

ProudOfGujarat

માંગરોળ યુથ કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવ વધારાના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!