Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજ નજીક લખીગામ ખાતે લક્ઝુરિયસ કારમાં દારુની હેરાફેરી કરતો શખ્સ ઝબ્બે

Share

દહેજ મરીન પોલીસે ૨૭ હજારનો દારુ. ૧૦ લાખની કાર જપ્ત કરી

1 ભરૂચ !

Advertisement

દહેજ મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ સ્ટેશનમાં હતા તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, લખીગામ જીઆઈડીસી પ્લોટ પાસે નવીનગરી વિસ્તારમાં રહેતો પ્રિતેશ ઉર્ફે પિન્ટો ગણપત ગોહિત તેની કાળા કલરની ક્રેટા કારમાં વિદેશીદારની હેરાફેરી કરવાનો છે. જેના પગલે ટીમે જીઆઈડીસી પ્લોટ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમી મુજબની કાર લઈને પ્રિતેશ ત્યા પહોંચતા ટીમે તેની પરપકડ કરી હતી. ટીમે તેની કારમાં તપાસ કરતાં વિદેશીદારુનો જથ્થો ભરેલો જણાયો હતો. ટીમે ગણતરી કરતાં કારમાં રોકફોર્ડ કલાસિક વ્હિસ્કીની ૭૫૦ મીલીની ૧૨ બોટલનું બોથ, સીગ્રામ્સ બ્લેન્ડર્સ પાઈડની ૭૫૦ મીલીની ૧૨ બોટલનું બોક્ષ તેમજ મેજીક મુખેન્ટ વોડકાની ૭૫૦ મિલીની ૪ બોટલ મળી કુલ ૨૭ હજારથી વધુની મત્તાનો વિદેશીદારૂનો જથ્થો ટીમે જપ્ત કર્યો હતો હતો. ઉપરાંત ટીમે તેને મોબાઈલ તેમજ ૧૦ લાખની મત્તાની કાર મળી કુલ ૧૦.૪૭ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી તે ક્યાંથી વિદેશીદાર લાવ્યો. કોને માલ આપવાનો હતો. તેની વિગતો મેળવવા તેના રીમાન્ડ મેળવવાની કવાવત હાથ ધરી હતી.


Share

Related posts

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી માટે આજે મતદાન : રાત્રે રીઝલ્ટ, ૪૪ ઉમેદવારોનું ભાવિ થયું સીલ

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા તલાટીઓની અચોક્કસ મુદત ની હડતાલ

ProudOfGujarat

૧૫ મી ઓગષ્ટે સૌ પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં યોજાશે ધ્વજવંદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!