Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાર્સલના કાગળ પર સહીં કરાવવાના બહાને ગઠિયો વૃદ્ધાની ચેઈન આંચકવાનો પ્રયાસ

Share

ચેઈન હાથમાં નહીં આવતાં ગઠિયો તેની એક્ટીવા લઈ કરાર

ભરૂચના તુલસીધામ પાસેની ચિત્રકુટ સોસાયટીમાં બનેલી ઘટના

Advertisement

ભરૂચ

ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર આવેલી તુલસીધામ સોસાયટી પાસેની ચિત્રકુટ સોસાયટીમાં રહેતાં ૭૯ વર્ષીય કાનાકામ્મા વાસુદેવ પિલ્લઈ તેમના ઘરે એકલાં રહેતાં હતાં. તેમની પુત્રી નજીકમાં જ આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં રહેતાં હોઈ તેઓ રાત્રીના સમયે ત્યાં જ સુવા માટે જતાં હતાં. અને દિવસે પાછા આવી જતાં હતાં. દરમિયાનમાં ૧ જાન્યુઆરીએ તેઓ પુત્રીના ઘરેથી પરત આવી પોતાના ઘરનું કામકાજ કરી રહ્યાં હતાં. તે વેળાં બપોરના સાડાબારથી પોણા એક વાગ્યાના અરસામાં એક સફેદ એક્ટિવા પર કેસરી કલરની ટીશર્ટ અને હેલમેટ પહેરેલાં યુવાને તેમને તમારું પાર્સલ આવેલું છે લઈ લ્યો તેમ કહેતાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે કોઈ પાર્સલ મંગાવ્યું નથી. બીજા કોઈનું હશે તેમ કહેતાં યુવાને તેમને તેમના જ વર નંબરવાળું પાર્સલ છે તેમ જણાવી તેમને પાર્સલ આપ્યું હતું. દરમિયાનમાં યુવાને તેમને કાગળ પેન આપી તમેને સહીં કરવા કહેતાં તેઓ સહી કરી રહ્યાં હતાં. તે વેળાં યુવાને તેમના ગળામાં પહેરેલી ચેઈન આંચકવાની કોશિષ કરી હતી. જોકે, તેઓ પાછળ હટી જતાં ગઠિયાના હાથમાં ચેઈન નહીં આવતાં અને તે ગભરાઈ જતાં તેની એક્ટિવા લઈને ભાગી ગયો હતો. તેમની ચેઈન ચોરાઈ ન હોવાથી તેમણે જે તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. જોકે, બાદમાં પરીવારના સભ્યો સાથે ચર્ચા કર્યા બાદ આખરે તેમણે ફરિયાદ નોંધાવી હતી.


Share

Related posts

બાંગ્લાદેશ : છ માળની નૂડલ્સ ફેક્ટરીમાં આગ લાગતાં 52 લોકોનાં મોત, જીવ બચાવવા લોકો કૂદી પડયા.

ProudOfGujarat

ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 11માં ચૂંટણી ટાણે વિકાસનો ભુવો ફૂટ્યો

ProudOfGujarat

Thailand’s Best Beaches 2017. How Many Are in Phuket?

admin

Leave a Comment

error: Content is protected !!