Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં વૃદ્ધાનો અછોડો તોડવાનો પ્રયાસ કરનાર વડોદરાનો ગઠિયો ઝબ્બે

Share

રાજ્યભરમાં  20 થી વધુ ચેઇન સ્નેચિંગ ના ગુનાને અંજામ આપ્યાનો ઘટસ્ફોટ
ભરૂચ.

ભરૂચ શહેરમાં ચેન સ્નેચિંગની વધતી ઘટનાઓ વચ્ચે શહેર સી ડિવિઝન પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પાર્સલ આપવાના બહાને વૃદ્ધોને નિશાન બનાવી સોનાની ચેન લૂંટતો એક શાતિર આરોપી પોલીસના જાળમાં ફસાયો છે.

તુલસીધામ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતી એક વૃદ્ધ મહિલાને સ્વીગીનું પાર્સલ આપવાનું કહી આરોપીએ ઘર બહાર બોલાવી હતી. તે દરમિયાન એક્ટિવા પર આવેલા આરોપીએ અચાનક મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચી લઈને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી.

Advertisement

પોલીસે શીતલ સર્કલથી રેલવે સ્ટેશન સુધીના વિસ્તારોમાં નાકાબંધી અને વોચ ગોઠવી હતી. આ દરમિયાન સફેદ એક્ટિવા પર ફરતા શંકાસ્પદ ઈસમને અટકાવી તપાસ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેની ઓળખ કિશોર ઉર્ફે અજય મોહન માછી, રહેવાસી વડોદરા તરીકે થઈ હતી. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

સઘન પૂછપરછમાં આરોપીએ ગુજરાતના વિવિધ શહેરોમાં લગભગ 20 જેટલી ચેન સ્નેચિંગની ઘટનાઓ કરી હોવાનું સ્વીકાર્યું હતું. ઉપરાંત તાજેતરમાં વડોદરામાં પણ પાર્સલ આપવાના બહાને એક વૃદ્ધ વ્યક્તિની ચેન લૂંટ્યાની કબૂલાત તેણે આપી હતી.

હાલ પોલીસે આરોપીની પાસેથી અંદાજે રૂ.40 હજારની કિંમતની એક્ટિવા જપ્ત કરી છે. પાર્સલ ડિલિવરીનો બહાનો બનાવી ચેન સ્નેચિંગ કરવાની મોડ્સ ઓપરેન્ડી અંગે વધુ વિગતો મેળવવા પોલીસે તપાસ વધુ વિસ્તારી છે.


Share

Related posts

ઉમલ્લા પોસ્ટ ઓફિસના નિવૃત થતા કર્મચારીને વિદાયમાન અપાયું.

ProudOfGujarat

ઇટોલા ગામ માં આવી ગામ ના જ સરપંચ ની આવી બેદરકારી સામે …

ProudOfGujarat

રાજપીપળા : મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોની મુલાકાત લઇ બી.એેલ.ઓ.ની કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેકટર શ્વેતા .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!