Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગુજરાતની હાઇકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બની ધમકી, ભરૂચમાં હાઈ એલર્ટ

Share

ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યની છ અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ધમકીભર્યો ઇ-મેઇલ મળતાં જ ભરૂચ જિલ્લા ન્યાયાલય પરિસરમાં તાત્કાલિક સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હતા. વકીલો, અરજદારો અને કોર્ટ સ્ટાફને સાવચેતીના ભાગરૂપે બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટ તેમજ ગુજરાત હાઇકોર્ટને RDX વડે વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી છે. આ તમામ ધમકીઓ એક જ પેટર્નમાં મોકલવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. ધમકી LLTE (લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમ)ના નામે આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત ભરૂચ કલેક્ટર કચેરીને પણ ધમકી મળ્યાની માહિતી છે.
ધમકીની જાણ થતા જ સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને એસઓજી (SOG)ની ટીમો તાત્કાલિક ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી કોર્ટ બિલ્ડિંગમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની અલગ-અલગ ટીમોએ પરિસરના ખૂણેખૂણાની તપાસ કરી કોઈ અઘટિત બનાવ ન બને તે માટે તકેદારી રાખી હતી.
સુરક્ષા એજન્સીઓ દ્વારા મામલાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને સમગ્ર રાજ્યમાં કોર્ટ પરિસરો પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.

Share

Related posts

વાંકલ : વલસાડ પ્રદેશ મૈસુરીયા સમાજ દ્વારા સૌપ્રથમ વાર રકતદાન શિબિરનું બ્લડ બેંક વલસાડમાં આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના માતૃશ્રીના પ્રાર્થના સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી

ProudOfGujarat

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સારી ગામે ભારે વરસાદને પગલે ડીપ નાળુ તૂટતા ધાનપુર છારી ગામ નો સંપર્ક તૂટીયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!