Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જિલ્લામાં વ્યવસાયની સરળ તકોને વેગ આપવા DBRAP -2025 વર્કશોપનું આયોજન

Share

જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ઉદ્યોગો અને રોકાણકારો માટે વહીવટી પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા પર ભાર મુકાયો

ભરૂચ

Advertisement

કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ સંવર્ધન વિભાગ (DPIIT) દ્વારા શરૂ કરાયેલ District Business Reform Action Plan (DBRAP) 2025 ના અસરકારક અમલીકરણ માટે આયોજન ભવન ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો (DICs) ને વધુ સશક્ત બનાવી સ્ટાર્ટઅપ્સ અને નવા રોકાણોને પ્રોત્સાહન આપવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. DBRAP – ૨૦૨૫ એ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના DPIIT (Department for Promotion of Industry and Internal Trade) દ્વારા લેવાયેલ એક મહત્વપૂર્ણ અભિયાન છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યવસાય કરવાની સુગમતાને રાજ્ય સ્તરેથી આગળ વધારીને છેક જિલ્લા સ્તર સુધી લઈ જવાનો છે.

આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લા સ્તરે વ્યવસાય કરવાની સુગમતા વધારી રોકાણકારોને સમયસર અને પારદર્શક સેવાઓ પૂરી પાડવાનો છે.જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો (DICs) ને વધુ સશક્ત બનાવી સ્ટાર્ટઅપ્સ અને નવા રોકાણોને પ્રોત્સાહન આપવું માટે વર્કશોપ યોજાયો હતો.

Ease of Doing Business ( વ્યવસાય કરવાની સરળતા)ના  ઉદ્દેશ્યો અને સુધારા પર DBRAP 2025 હેઠળ 154 જેટલા જુદા – જુદા સુધારાઓ સૂચવવામાં આવ્યા છે. જેમાં 43  જેટલી નવી ડિજિટલ સેવાઓનો વિકાસ અને મિલકત દસ્તાવેજોનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. મિલકત દસ્તાવેજોનું ડિજિટાઈઝેશન બાદ તેની મંજૂરીઓ, નિરીક્ષણો અને ફરિયાદોના નિવારણ માટે પણ ઓનલાઇન પોર્ટલનું એકીકરણ કરવામાં આવતા, ફાઈલ નિરીક્ષણના ૨૪ કલાકની અંદર રિપોર્ટ અપલોડ કરવાની ફરજિયાત જોગવાઈ જેવી બાબતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, “DBRAP ના સફળ અમલીકરણથી આપણા જિલ્લામાં રોકાણની નવી તકો ઊભી થશે અને સ્થાનિક ઉદ્યોગોને વહીવટી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓ દૂર થશે. તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાધીને નિર્ધારિત સમયમર્યાદામાં સુધારાઓ લાગુ કરવા અનુરોધ તેમણે કર્યો હતો.

       વધુમાં તેમણે જણાવ્યું કે, જિલ્લામાં વધુ રોકાણ-અનુકૂળ વાતાવરણ બને અને ડિજિટલ માધ્યમથી પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો થશે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. DBRAP અંતર્ગત જિલ્લાની કામગીરીનું મૂલ્યાંકન DPIIT દ્વારા કરવામાં આવનાર છે. આમાં વિભાગો દ્વારા કરવામાં આવેલા સુધારા અને યુઝર ફીડબેક (વપરાશકર્તાઓના પ્રતિસાદ) ના આધારે રેન્કિંગ આપવામાં આવશે.

        આ તકે, અમલીકરણમાં આવતી અડચણો દૂર કરવા માટે વર્કશોપમાં ઉપસ્થિત વિભાગના અધિકારીઓ પાસેથી વ્યવહારુ સૂચનો મેળવવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અન્ય તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

વડોદરા રેન્જ આઈ જી પી સંદીપસિંહે પાલેજ પોલીસ મથકની મુલાકાત કરી ઇન્સ્પેકશન કર્યું, તેઓએ પોલીસ મથકની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું…

ProudOfGujarat

યશ રાજ ફિલ્મ્સે YRF સ્ક્રિપ્ટ સેલ લોન્ચ કર્યો – એક પ્લેટફોર્મ જે વિશ્વભરના પટકથા લેખકોને તેમના વિચારો શેર કરવા માટે સશક્ત બનાવે છે!

ProudOfGujarat

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસએ નડિયાદમાં આવેલ જૂની અને નવી કોર્ટ ખાતે મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!