Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં રરમી જાન્યુઆરીએ જિલ્લા સ્વાગત તથા ૨૧મી જાન્યુઆરીએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

Share

ભરૂચ

મુખ્યમંત્રી દ્વારા લોકસુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે “ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જાન્યુઆરી-૨૦૨૬ના માસમાં તા.૨૨/૦૧/૨૦૨૬ના રોજ જિલ્લા સ્વાગત તથા તા.૨૧/૦૧/૨૦૨૬ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવાનો હોય, ફરિયાદ અરજી ૧ થી ૧૦ તારીખ સુધીમાં ઓનલાઈન https://swagat.gujarat.gov.in પ્લેટફોર્મનો ઉપયોગ કરી પોતાની રજુઆતો/ફરિયાદો/પ્રશ્નોને તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં ઓનલાઈન રજૂ કરી શકે છે. અથવા અત્રેની કચેરીમાં રૂબરૂ/ટપાલમાં બે નકલમાં મોકલવાની રહેશે. જેમાં અરજદારે અરજીના મથાળે ફરિયાદ નિવારણ કાર્યક્રમ એમ લખી, અરજીઓ બે નકલમાં સુવાચ્ય અક્ષરોમાં ફુલસ્કેપ કાગળ ઉપર પોતાનો ટેલીફોન/મોબાઈલ નંબર લખી કરવી.

Advertisement

અરજદારે પોતાનો પ્રશ્ન જાતે રજુ કરવો. બીજાનો પ્રશ્ન રજૂ કરવો નહી. અરજીમાં એક જ વિષય અને એક જ કચેરીને લગતી બાબતનો સમાવેશ કરવાનો રહેશે. અરજીમાં ફરિયાદને લગતી કચેરીનું નામ પણ સ્પષ્ટ જણાવવાનું રહેશે. અગાઉ જે તે ખાતામાં કરેલ અરજીનો નિયમસર નિકાલ ન થતો હોય તેમજ આ અંગે અગાઉ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણના કાર્યક્રમમાં પ્રશ્ન રજુ કરેલ હોય, પરંતુ નિકાલ થયેલ ન હોય તેવી અરજી રજુ કરવાની રહેશે. કોટને લગત, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી જેવા મહેકમ વિષયક પ્રશ્નો તેમજ પ્રથમ વખતની અરજીની બાબતો લેવામાં આવશે નહી.

આ કાર્યક્રમના ભાગરૂપે ૨૧મી જાન્યુઆરીના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ભરૂચ જિલ્લા કલેકટર હાંસોટ તાલુકામાં, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી વાલીયા તાલુકામાં તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક નેત્રંગ તાલુકાની મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે. વધુમાં વાગરા તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારી ભરૂચ, અંકલેશ્વર તાલુકામાં નાયબ કલેકટર અંકલેશ્વર, જંબુસર તાલુકામાં જિલ્લા આયોજન અધિકારી ભરૂચ, ઝઘડીયા તાલુકામાં નાયબ કલેકટર ઝઘડિયા, આમોદ તાલુકામાં નાયબ કલેકટર જંબુસર, ભરૂચ(ગ્રામ્ય) તાલુકામાં નાયબ કલેકટર ભરૂચ, ભરૂચ(શહેર) તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) તાલુકાની મામલતદાર કચેરીઓમાં હાજર રહેશે. તેમ ગૌરાંગ મકવાણા તરફથી મળેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


Share

Related posts

દિવ્ય દ્રષ્ટિ બી ઍડ કૉલેજ બેઢીયા ખાતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

સ્ટુડન્ટ વિઝાના બહાને ઠેંગો : કેનેડા મોકલવાને બહાને 30 લોકોને અમદાવાદમાં ઠગી લીધા.

ProudOfGujarat

ગોધરા ફાયર વિભાગે કોરોનાનાં કહેર વચ્ચે ૨૧ દિવસમાં ૧૧ વોર્ડમાં આવેલા વિવિધ વિસ્તારોને સેનિટાઈઝ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!